ખતરનાક સાપને કિસ કરી રહ્યો હતો શખ્સ, પછી સાપે કર્યુ એવું કે ડરાવી દેશે વીડિયો

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અવાર નવાર વાયરલ થતા હોય છે, જેમાં અનેક વીડિયો પ્રાણીઓના અને તેમાં પણ સાપના ખાસ કરીને હોય છે. સાપ સાથે મજાક કરવી કેટલી મોંઘી સાબિત થઈ શકે છે તે તમે અનેક વીડિયોમાં જોયુ હશે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળે છે કે એક વ્યક્તિ સાપને કિસ કરવાની કોશિશ કરે છે, પરંતુ પરિણામ ખૂબ જ ખરાબ આવે છે.

જે વ્યક્તિ સાપને કિસ કરવાનો પ્રયાસ કરે છે, તેના પર સાપ હુમલો કરે છે અને ડરામણુ દ્રશ્ય વીડિયોમાં જોવા મળે છે. હવે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા જ વાયરલ થઇ ગયો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિએ હાથમાં એક ભયંકર સાપ પકડી રાખ્યો છે. તેનો વીડિયો કોઈ અન્ય વ્યક્તિ બનાવી રહ્યો છે. આ પછી વ્યક્તિ સાપનું મોં પકડીને તેને કિસ કરવાનો પ્રયાસ કરે છે.

પરંતુ તેની મજાક તેના પર ભારે પડે છે, જેવો તે વ્યક્તિ પોતાનું મોં સાપની નજીક લાવે છે કે તરત જ સાપ તે વ્યક્તિ પર હુમલો કરે છે. આ પછી વ્યક્તિ તેને દૂર કરવાની કોશિશ કરતો પણ વીડિયોમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે અને ઈન્ટરનેટ પર ફરી એકવાર શેર કરવામાં આવી રહ્યો છે.

Previous Article

ઓ બેવફા....સુહાગરાત પહેલા દુલ્હનની પોલ ખુલી, વરરાજો આખી રાત રડ્યો, ગામાં દોડાદોડી થઈ

Next Article

દુલ્હન પર સંબંધીઓ લૂંટાવ્યા નોટ, બંધ કર્યો ડાંસ અને પછી...જુઓ વીડિયો

error: Protected Content!