કેરાલાથી લઈને કાશ્મીર સુધી પગપાળા જઈ રહ્યો છે આ વ્યક્તિ, વડોદરામાં થયો સ્પોટ, તેનું સપનું જાણીને ગર્વથી તમે પણ સલામ કરશો, જુઓ વીડિયો

આપણા દેશની અંદર ઘણા એવા લોકો છે જે તેમના જુનુન અને સાહસથી દુનિયામાં આગવું નામ કરતા હોય છે, ઘણા લોકોમાં એવું જુનુન સવાર થયેલું હોય છે કે તે પોતાના મનમાં આવેલી વાત પૂર્ણ કરવા માટે કંઈપણ કરી છુટતા હોય છે, હાલ એવા જ એક વ્યક્તિની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ વ્યક્તિ કેરાલાથી કાશ્મીર સુધીનો પગપાળા પ્રવાસ ખેડી રહ્યો છે. જે હાલ ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો છે, આ દરમિયાન ગુજ્જુરોક્સમાંતેનો એક વીડિયો પણ સામે આવ્યો છે અને વીડિયોની અંદર તે પોતાની આ સફર વિશે વાત કરતો જોવા મળે છે, આ ઉપરાંત તે આ પગપાળા પ્રવાસ પાછળનું કારણ પણ જણાવે છે તે ખરેખર દિલ જીતી લેનારું છે.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ગુજ્જુરોક્સની ટીમ જયારે હાઇવે ઉપરથી પસાર થઇ રહી હતી ત્યારે જ ત્યાં એક વ્યક્તિને ચાલતા જોઈને તે ભાઈ ગાડી રોકે છે, અને ગાડીમાંથી નીચે ઉતરીને તે વ્યક્તિને ઉભો રાખી તેની સાથે વાત કરે છે.

તે વ્યક્તિને પૂછવામાં આવે છે કે તે ક્યાંથી આવે છે અને ક્યાં ચાલીને જાય છે, તેના જવાબની અંદર તે વ્યક્તિ જણાવે છે કે તે કેરાલાથી નીકળ્યો છે અને કાશ્મીર સુધી ચાલીને જઈ રહ્યો છે, આ ઉપરાંત તે જણાવે છે કે તે 8 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી નીકળ્યો હતો અને તે ચાલીને જ કાશ્મીર જઈ રહ્યો છે.

આ ઉપરાંત તે વ્યક્તિને કાશ્મીર જવા પાછળનું કારણ પૂછવામાં આવે છે જેના જવાબમાં તે કહે છે કે તે કાશ્મીર ફરવા માટે જાય છે અને તેનું સપનું છે કે તે કાશ્મીરમાં જઈને ભારતનો ઝંડો લહેરાવે. જયારે તે વ્યક્તિને પૂછવામાં આવે છે કે તે ક્યાં સુધી કાશ્મીર પહોંચશે તેના જવાબમાં તે વ્યક્તિ કહી રહ્યો છે કે મને પોતાને પણ ખબર નથી, લગભગ 4 મહિનાથી ઉપરનો સમય લાગશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અનુસાર તેનું નામ મિન્હાજ પચિરી છે અને તે કેરાલાનો રહેવાસી છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ઘણી બધી તસવીરો અને વીડિયો પણ જોવા મળી રહ્યા છે, જેમાં તે કેરાલાથી નીકળ્યા બાદ અલગ અલગ રાજ્યોમાં પગપાળા પ્રવાસ ખેડીને જતો જોવા મળી રહ્યો છે.

Niraj Patel