રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો, ઘરની અંદર આવી ગયો હતો મગર, આ વ્યક્તિએ બુદ્ધિ વાપરી અને કચરાપેટીમાં નાખી દીધો

આપણે ઘણીવાર જોયું હશે કે ઘરની અંદર સાપ અને વીંછી ઘુસી આવતા હોય છે, ત્યારે ઘણા સાપ પકડનારા વીડિયો પણ આપણે જોયા હશે, પરંતુ વિચારો જો ઘરની અંદર મગર આવી જાય તો તમારી શું હાલત થાય ? આવું જ કાંઈક હાલ આ વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે. વીડિયોને જોતા જ તમારા પણ રૂંવાડા ઉભા થઇ જશે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિના ઘરની બહાર એક મગર આવી જાય છે. અને તે મગરને પકડવા માટે તે વ્યક્તિ બુદ્ધિનો ઉપયોગ કરી અને બાજુમાં રહેલી મોટી કચરાપેટી લઇ આવે છે. અને મગરને અંદર પુરી દેવા માટે કચરાપેટીને મગરની સામે લઈને ચાલ્યો જાય છે.

ઘણીવાર સુધી તે મગરની સામે કચરાપેટીને લઈને ચાલે છે પરંતુ મગર કચરાપેટીમાં આવતો નથી, છેલ્લે તે કચરાપેટીનું ઢાંકણું મગર ઉપર નાખે છે જેનાથી મગર ઉશ્કેરાઈને કચરાપેટીના ડબ્બામાં ઘૂસે છે. જેવો જ મગર કચરાપેટીની અંદર જાય છે કે તે વ્યક્તિ પોતાની બધી જ તાકાત લગાવીને કચરાપેટી ઊંચી કરી લે છે અને મગરને આખો જ અંદર નાખી દે છે.

આ ઘટનાનો એક બીજો વીડિયો પણ સામે આવી રહ્યો છે જેમાં વ્યક્તિ તે મગરને ડસ્ટબીન લઈને દૂર છોડવા જતો પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેને અત્યાર સુધી લાખો લોકો નિહાળી લીધો છે. ઘણા લોકો કોમેન્ટમાં આ વ્યક્તિની બહાદુરીને સલામ કરી રહ્યા છે.

Niraj Patel