મેટ્રો સ્ટેશન પર આ ભાઈએ કરી શરમજનક હરકત, બધાની સામે જ પેન્ટની ચેન ખોલીને કરવા લાગ્યો પેશાબ, વીડિયો થયો વાયરલ

આ પ્રજા નહિ સુધરે ! મેટ્રોના સ્ટેશન પર ઉભા રહીને ખુલ્લેઆમ આ ભાઈ પેશાબ કરવા લાગ્યો, જરા પણ લાજ શરમ ના આવી, જુઓ વીડિયો

નાગરિકોની સુવિધાઓ માટે સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની ઘણી બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં બસ ટ્રેન અને મેટ્રો શહેરોમાં લોકોના પૈસા અને સમયની બચત કરે છે, પરંતુ ઘણા એવા લોકો હોય છે જે આ સુવિધાઓનો પણ દુરુપયોગ કરતા હોય છે, આવી જગ્યાઓને ખરાબ પણ કરતા હોય છે, ત્યારે હાલમાં તેનું એક તાજું જ ઉદાહરણ એક વીડિયોમાં વાયરલ થઇ રહ્યું છે.

વાયરલ વીડિયોની અંદર એક વ્યક્તિ મેટ્રો સ્ટેશનને ટ્રેક પાસે ઉભા રહીને પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના દિલ્હીની હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી મેટ્રો તેના સફાઈ અને સ્વચ્છતા માટે જાણીતી છે. અહીંયા થૂંકવા પર પણ દંડ ફટકારવામાં આવે છે. પરંતુ હાલ સામે આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ સાથે સાથે ડીએમઆરસીને પણ હેરાન કરી દેનારો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ દિલ્હીના મેટ્રો સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ઉભો છે અને ટ્રેનના પાટા તરફ ફરીને પેશાબ કરી રહ્યો છે. આ વીડિયો સાઉથ દિલ્હીના માલવીય નાગર સ્ટેશનનો હોય તેમ કહેવામાં આવી રહ્યું છે. જેને થોડા  જ એક ટ્વિટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

ત્યારે આ મામલે એક વરિષ્ઠ અધિકારીએ હાલમાં જ જણાવ્યું છે કે “મુસાફરોને સિસ્ટમની અંદર સ્વચ્છતા અને સફાઈ જાળવવામાં મદદ કરવાની સલાહ આપવામાં આવે છે. મુસાફરોના ઉપયોગ માટે સ્ટેશન પર શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.” તેમણે એમ પણ કહ્યું કે, જો આવી કોઈ પ્રવૃત્તિ જોવા મળે તો મુસાફરો નજીકના કોઈપણ ડીએમઆરસી અધિકારી અથવા અમારી 24×7 હેલ્પલાઈન નંબર 155370 અથવા સુરક્ષા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે. 155655 જેથી દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

Niraj Patel