આપઘાત કરવા માટે બાલ્કનીની છત પર ચઢી ગયો યુવક, કુદવાનો જ હતો ત્યાં રેસ્ક્યુ ટીમે કર્યું એવું દિલ ધડક ઓપરેશન કે… જુઓ વીડિયો

રેસ્ક્યુ ટીમે ફિલ્મી સ્ટાઈલમાં આપઘાત કરવા માટે છત પર ચઢેલા યુવકનો બચાવ્યો જીવ,  જોઈને હક્કાબક્કા રહી ગયા લોકો, જુઓ

Rescue of a young man who committed suicide : ગુજરાત સમેત દેશ અને દુનિયાભરમાંથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે. તો ઘણી ઘટનાઓમાં કેટલાક લોકોને આપઘાત કરતા બચાવી પણ લેવામાં આવે છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવકને રેસ્ક્યુ ટીમ દ્વારા આપઘાત કરતા પહેલા જ બચાવી લેવામાં આવે છે.

આ વીડિયોને CCTV IDIOTS નામના પેજ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને 92થી  લાખ વ્યૂઝ મળ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાઈરાઈઝ ઈમારતની બાલ્કનીમાંથી કૂદવા માટે ઉભો છે. દરમિયાન, બચાવ ટુકડી તેની ઉપરની બારીમાંથી પહોંચી જાય છે.

યુવકના કુદતા પહેલા જ રેસ્ક્યુ ટીમ ફિલ્મી સ્ટાઈલમાં પહેલા ઉપરથી મોટી નેટ નીચે ફેંકે છે, જેના કારણે તે પડી ના જાય અને પછી સુરક્ષા કર્મીઓ પણ દોરડાની મદદથી નીચે કુદે છે અને યુવકને બચાવીને ઘરની અંદર લઇ જવામાં આવે છે. આ રીતે યુવકનો જીવ બચાવવામાં રેસ્ક્યુ ટીમ સફળ થઈ છે.

ત્યારે આ વાયરલ વીડિયોને જોઈને લોકોએ પણ  રાહતનો શ્વાસ લીધો હતો. યુવકને બાલ્કનીમાંથી કૂદવા જતા જોઈને લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, પરંતુ રેસ્ક્યુ ટીમની સુઝબુઝ અને ચાલાકીના કારણે યુવકનો જીવ બચી ગયો, ત્યારે લોકો પણ આ ટીમની પ્રસંશા કરી રહ્યા છે. જો કે આ ઘટના ક્યાંની અને ક્યારની છે એ સામે નથી આવ્યું.

Niraj Patel