ખબર

પત્ની રાત્રે સૂઇ જાય પછી તેના મોબાઇલમાં પતિ એવું ગંદુ કામ કરતો કે જાણી લોહી ઉકળી જશે

ઘણીવાર પતિ અને પત્નીના સંબંધોમાં એવું બનતુ હોય છે કે, તે લોકો એકબીજાના ચરિત્ર પર શક કરતા હોય છે. ઘણીવાર પતિ, પત્ની અને વોના કિસ્સા પણ સામે આવતા હોય છે, પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં એવું બન્યુ છે કે, એક પતિ તેની પત્નીના મોબાઇલમાંથી તેના મિત્રના ફોટાની ચોરી કરતો હતો. સંયુક્ત અરબ અમીરાતમાં, એક વ્યક્તિ દરરોજ રાત્રે તેની પત્નીના સૂવાની રાહ જોતો હતો, અને તે સૂઈ જાય કે તરત જ તે ઘૃણાસ્પદ કૃત્ય કરતો હતો. આવુ કરતી વખતે તેણે કોઈ શરમ અનુભવી ન હતી. જ્યારે આ મામલા પરથી પડદો બહાર આવ્યો તો ખબર પડી કે તે છેલ્લા ઘણા દિવસોથી સતત આવું કરી રહ્યો હતો. UAEના ફુજૈરાહ શહેરનો આ મામલો પોલીસ સુધી પહોંચ્યો તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

વાસ્તવમાં એવું બન્યું કે આ વ્યક્તિ દરરોજ રાત્રે તેની પત્નીના મોબાઈલની છેડતી કરતો હતો. તે દરરોજ રાત્રે તેની પત્નીના મોબાઈલમાંથી તેના મિત્રના ફોટા ચોરી કરતો હતો. જ્યારે પત્નીના મિત્રને આ વાતની જાણ થઈ તો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ માણસને એક મહિનાની જેલ અને એક હજાર દિરહમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આટલું જ નહીં હવે તેણે પત્નીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે અને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી પણ કરી છે. આ વ્યક્તિએ તેની પત્નીના મોબાઈલમાંથી તેના મિત્રના અંગત ફોટા ચોરી લીધા હતા.

જ્યારે પોલીસે આ શખ્સને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી તો તેણે તમામ સત્યતા સ્વીકારી લીધી. તેણે પોલીસને જણાવ્યું કે જ્યારે તેની પત્ની રાત્રે સૂતી હતી ત્યારે તેણે ફોનમાંથી તેની પત્નીના મિત્રની તસવીરો તેના ફોનમાં ટ્રાન્સફર કરી હતી. આ પછી પોલીસે જ્યારે તેનો મોબાઈલ ચેક કર્યો તો ચોંકાવનારી વાત સામે આવી. ફોનમાં એક-બે નહીં પણ અનેક ખાનગી ફોટા બહાર આવ્યા.

આ કેસમાં આ વ્યક્તિને એક મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત એક હજાર દિરહમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ત્યાં, પુરુષની પત્નીએ પણ કોર્ટમાં પતિ પાસેથી છૂટાછેડાની માંગ કરી છે. જોકે મહિલાના પરિવારના સભ્યોએ તેને છૂટાછેડા લેવાનો નિર્ણય પાછો ખેંચવા કહ્યું હતું, પરંતુ તે માની ન હતી.