ધંધો કરવામાં કેવી શરમ ? આ પાણીપુરી વાળાએ લોકલ ટ્રેનના ડબ્બામાં જ શરૂ કર્યો ધંધો, ખાવા માટે પણ લોકોની લાગી લાઈન, જુઓ વીડિયો

આને કહેવાય ખરો ધંધાદારી ! લોકલ ટ્રેનમાં પણ શરૂ કરી દીધું પાણીપુરી વેચવાનું, ગ્રાહકો પણ ખાવા માટે કરવા લાગ્યા પડાપડી, જુઓ વીડિયો

Man sells golgappa in moving local train : આજનો જમાનો કોમ્પિટિશનનો જમાનો છે અને દરેક ક્ષેત્રમાં તમને કોમ્પિટિશન જોવા મળશે, એ પછી ધંધો હોય કે પછી નોકરી. ત્યારે કોમ્પિટિશનના આ જમાનામાં તમારે ટકી રહેવા માટે કંઈક અનોખો કરવું પડે છે.  ત્યારે સોશિયલ મીડિયામાં પણ  ઘણા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકો  અનોખો જુગાડ કરતા હોય છે. હાલ  એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ચાલુ ટ્રેનમાં પાણીપુરી વેચતો જોવા મળી રહ્યો છે.

પાણીપુરી એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જેનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોના મોંમાં પાણી આવી જાય છે. તમે દેશભરમાં જ્યાં પણ જશો, તમને દરેક જગ્યાએ પાણીપુરીના ચાહકો જોવા મળશે. હાલમાં જ પાણીપુરી સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ચાલતી લોકલ ટ્રેનમાં મુસાફરોને પોતાની પસંદગીની પાણીપુરી ખવડાવતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાં પાણીપુરી વેચી રહ્યો છે.  આ દરમિયાન તમામ મુસાફરો વ્યક્તિની આસપાસ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.  થોડા દિવસ પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. વીડિયોમાં ખાસ વાત એ છે કે ટ્રેન ખૂબ જ તેજ ગતિએ પાટા પર દોડી રહી છે.

આ દરમિયાન પાણીપુરી વેચનારલોકોને તેમની પસંદગીની પાણીપુરી ખવડાવે છે. જે લોકોએ વીડિયો જોયો છે તે લોકો તેના પર વિવિધ ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘નજીકથી જોતા એવું નથી લાગતું કે હેન્ડલ અને કમ્પાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર બહુ જૂનું છે અને તે મુંબઈ નહીં પણ કોલકાતાની લોકલ ટ્રેન છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આજકાલ કોલકાતાની ટ્રેનોમાં કુછ ભી હોતા હૈ.’

Niraj Patel