સિંહ સાથે મસ્તી કરવા માટે ગયો પ્રાણી સંગ્રહાલયનો આ કર્મચારી, સિંહના પાંજરામાં હાથ નાખતા જ થઇ એવી હાલત કે વીડિયો જોઈને રાડ પોકારી જશો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો હેરાન પણ કરી દેનારા હોય છે તો ઘણા વીડિયોમાં પ્રાણીઓ સાથે પણ ઘણા લોકો એવી હરકતો કરતા હોય છે જેને જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય, ઘણીવાર પ્રાણીઓ સાથે મસ્તી કરવી કેટલાક લોકોને ભારે પણ પડી જતી હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં બંધ સિંહ સાથે મસ્તી કરવી એક વ્યક્તિને મોંઘી પડી હતી. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, આ વ્યક્તિએ આગળ-પાછળનો વિચાર કર્યા વિના સીધો જ પાંજરામાં હાથ નાખ્યો અને પછી જે થયું તે જોઈને કોઈના પણ શ્વાસ અટકી જશે.

આ વિડિયો જોયા પછી તમારા શરીરના રૂંવાડા પણ ઉભા થઈ જશે. માણસે સિંહને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રયાસ નિષ્ફળ ગયો. કારણ કે ભૂખ્યા સિંહે સીધી જ જમણા હાથ ઉપર જ ઝાપટ મારી.સિંહના હુમલાની ઘટના સેનેગલના પાર્ક હેન જૂની જણાવવામાં આવી રહી છે. આ પ્રથમ વખત નથી કે સિંહે માનવ પર હુમલો કર્યો હોય. ભૂતકાળમાં પણ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

તાજેતરના એક વિડિયોમાં તમે પાંજરામાં એક સિંહને તેના જડબામાં માણસનો હાથ પકડીને જોઈ શકો છો. સિંહનો હાથ પકડ્યા પછી માણસ જોરથી બૂમો પાડી રહ્યો છે. દરમિયાન તે પોતાનો હાથ બહાર કાઢવાનો ખુબ જ પર્યટન કરે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. તે જ સમયે નજીકમાં હાજર કેટલાક લોકોએ પથ્થરો ફેંકીને સિંહનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહ આગળ વધ્યો નહોતો.

આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોયા પછી તમારા ધબકારા વધી શકે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે સિંહ માણસનો હાથ છોડવાના મૂડમાં નહોતો. જોકે થોડી સેકન્ડ બાદ સિંહે માણસનો હાથ છોડી દીધો હતો. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વીડિયો જોયા પછી ભાગ્યે જ કોઈ આવી ભૂલ કરવાનું વિચારશે.

Niraj Patel