લો બોલો કસરત કરવા માટે આ યુવક ચઢી ગયો રોડ પર લગાવેલા સાઈન બોર્ડ પર, લોકોએ બનાવ્યો પુશઅપ કરતો વીડિયો અને થઇ ગયો વાયરલ, જુઓ

આને કહેવાય ઊંચે લોગ ઊંચી પસંદ, રોડ પર લાગેલા સાઈન બોર્ડ પર ચઢીને પુશઅપ કરવા લાગ્યો યુવક, જોઈને સૌ કોઈ રહી ગયા હક્કાબકા, જુઓ વીડિયો

Push-Ups On Signboard Video : આજે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે, આજે આખી દુનિયા યોગ કરી રહી છે અને સોશિયલ મીડિયા પર યોગ કરતા ઘણા બધા વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. પરંતુ હાલ એક એવો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો પણ દંગ રહી ગયા છે. કારણ કે વીડિયોમાં એક ભાઈ રસ્તા પર લગાવેલા સાઈન બોર્ડ પર કસરત કરી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પુશઅપ્સ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ તેની સ્ટાઈલ અને પુશઅપ્સ કરવાની જગ્યા દરેકથી અલગ છે. હા, તે આ કારનામું કોઈ જીમ કે પાર્કમાં નહીં પરંતુ રોડ પર એક ઊંચા સાઈનબોર્ડ પર કરતો જોવા મળે છે. તેના આ પરાક્રમને જોઈને જ્યાં કેટલાક લોકોએ કહ્યું- ચોક્કસ તે નશામાં હશે, તો કેટલાકે લખ્યું કે આવા તેજસ્વી લોકો.

આ વિડિયો 30 એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @sambalpuri_mahani._ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વાયરલ ક્લિપમાં એક વ્યક્તિ રોડ પર એક ઊંચા સાઈનબોર્ડ પર પુશઅપ કરતો જોવા મળે છે. જ્યારે પસાર થતા લોકોની નજર તે વ્યક્તિ પર પડી, ત્યારે બધા ત્યાં ઉભા થઈ ગયા અને તેનું પરાક્રમ જોવા લાગ્યા.

કેટલાક લોકોએ વ્યક્તિના વિચિત્ર કૃત્યનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને મામલો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના ઓડિશાના બોલાંગીર જિલ્લાના પટનાગઢ શહેરની છે. જો કે આ ઘટના ક્યારે બની તેની પુષ્ટિ થઈ નથી. આ ચોંકાવનારી ક્લિપને જોઈને ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી.

Niraj Patel