Video: વરરાજાની સામે જ મંડપ વચ્ચે યુવકે કર્યું દુલ્હનને પ્રપોઝ, પછી થઈ જોયા જેવી

લગ્નની વિધિ ચાલતી હતીને દુલ્હનને પ્રપોઝ કરવા આવ્યો યુવક….

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. લોકો લગ્નના પ્રસંગને યાદગાર બનાવવા અવનવા આઈડિયા અપનાવતા રહે છે. આ ઉપરાંત વર વધુ પણ પોતાના લગ્નમાં કોઈ કસર છોડવા માંગતા નથી હોતા તેથી તે પણ લગ્ન દરમિયાન ડાંસથી લઈને અવનવી ટ્રીક દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવા કઈંક નવુ કરતા રહે છે.

આજે અમે જે વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે તો તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હવે તમે વિચારો વર વધુ મંડપમાં બેઠા હોય ચારે બાજુ હજારો મહેમાન બેઠા હોય અને કોઈ છોકરો દુલ્હનને પ્રપોઝ કરે તો કેવુ લાગે. આમ વિચારીની પણ આપણા રૂવાડા ઉભા થઈ જાય ને ! hC પણ આવુ થયું છે મિત્રો. હાલમાં જે વિડીયો વાઈરલ થઈ રહ્યો છે તેમા એક યુવક મંડપ વચ્ચે દુલ્હનને પ્રપોઝ કરવા લાગ્યો. હવે જે યુવક પ્રપોઝ કરવા આવ્યો તે વરરાજનો મિત્ર હતો. હાલમાં આ ચોંકાવનારા વીડિયોએ ધુમ મચાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

હવે બન્યુ એવુ કે મંડપમાં વર વધુ ઉભા હોય છે ત્યારે વરરાજાના હાથમાં ગુલાબનું ફુલ હોય છે ત્યારે અન્ય લોકો દુ્લ્હનને પ્રપોઝ કરવા માટે વરરાજાને કહે છે. ત્યારે જ અચાનક વરરાજનો મિત્ર આવે છે અને ઘૂંટણીએ બેસીને દુલ્હનને પ્રપોઝ કરે છે. આ જોઈને દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે, વરરાજાનું મોઢૂં પણ જોવા જેવુ બની જાય છે. જો કે વરરાજાને આ વાતની ખબર હતી કે તેનો મિત્ર મજાક કરી રહ્યો છે તેથી તે પણ થોડીવરા પછી સ્વસ્થ થઈ જાય છે અને દુલ્હનને ગુલાબ લઈ લેવાનો ઈશારો કરે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જોકે આ એક મજાક હતી પરંતુ જે રીતે વરરાજાના મિત્રએ પ્રપોઝ કર્યું તેને જોઈને સગાસબંધીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી.

YC