કપિરાજને લાગી હતી ભૂખ, ધાબા પર પડેલી રોટલી જોઈને ખાવા આવ્યો, પરંતુ માણસે કર્યો એવો મજાક કે જોઈને તમે પણ ગુસ્સામાં લાલ થઇ જશો… જુઓ વીડિયો

માણસો કેટલા ક્રૂર થઇ ગયા, પ્રેન્ક કરવા માટે પ્રાણીઓને પણ નથી છોડ્યા, જુઓ કપિરાજ સાથે આ માણસનો મજાક.. વાયરલ થયો વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં પોતાના વીડિયોને વાયરલ કરવા માટે લોકો અવનવા કાંડ પણ કરતા હોય છે. ક્યારેક પોતાના મનોરંજન માટે લોકો પ્રાણીઓને પણ હેરાન કરતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક માણસ ભૂખ્યા કપિરાજ સાથે મજાક કરી રહ્યો છે.

શહેરી વિસ્તારોમાં રખડતા પ્રાણીઓ રોટલી માટે માણસો પર આધાર રાખે છે. તેઓ મનુષ્યનો બચેલો ખોરાક ખાવા માટે પણ ઝંખે છે. ઘણીવાર જોવા મળે છે કે ગાયથી લઈને કૂતરા સુધીના પ્રાણીઓ કચરામાં ખોરાકની શોધમાં જતા હોય છે. કેટલાક વિસ્તારોમાં તો વાંદરાઓને પણ ખોરાક મળતો નથી, તો આવી સ્થિતિમાં તેઓ લોકોના હાથમાંથી ખોરાક છીનવી લે છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ તેના ઘરની ટેરેસ પર કપિરાજ સાથે ખવડાવવાનો પ્રેન્ક કરી રહ્યો છે. તેણે તેને રોટલી ખવડાવવાના નામે  અયોગ્ય મજાક કરી. આ વિડીયો જોઈને લોકો દુખી થયા કારણ કે તે દર્શાવે છે કે આપણે પ્રાણીઓની દુર્દશાને ગંભીરતાથી લેતા નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભૂખ્યો કપિરાજ ધાબા પર આવતાની સાથે જ તેને ટેરેસ પર એક રોટલી પડેલી દેખાય છે.

કપિરાજે તરત જ આવીને તેને ઉપાડી, પરંતુ દિવાલની પાછળ છુપાઈને વીડિયો બનાવનાર વ્યક્તિએ તેની મજાક ઉડાવી હતી. તેણે સૂકી રોટલી સાથે નકલી સાપ પણ બાંધ્યો હતો અને કપિરાજ રોટલીને પોતાની તરફ ખેંચતા જ તે સાપને જોઈને ખૂબ જ ડરી ગયો હતો. થોડીવાર ડરી ગયા પછી, તેને ફરીથી સાપનો અહેસાસ થયો અને તે દૂર બેસી ગયો. પ્રાણી સાથે આવો મજાક કરનાર વ્યક્તિને યુઝર્સે ઘણું સાંભળ્યું હતું.

Niraj Patel