રસ્તા ઉપર સાઇકલ લઈને જતા સમયે જ તૂટી ગયું ટાયર, પછી આ ભાઈએ અપનાવ્યો એવો જુગાડ કે જોઈને તમારી અક્કલ પણ કામ નહીં કરે, જુઓ વીડિયો

આજે મોટાભાગના લોકો ક્રિએટિવ બની ગયા છે, અને તેના કારણે નવી નવી વસ્તુઓનું નિર્માણ પણ કરતા હોય છે, ઘણા લોકો એવી એવી વસ્તુઓ કરતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ છીએ. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ કારીગરીનો વીડિયો ખુબ જ  વાયરલ થઇ રહ્યો છે જેને સૌના હોશ ઉડાવીને રાખી દીધા છે.

બાળપણથી આપણે હંમેશા એવી સાયકલ જોઈ છે, જેમાં બે પૈડા જોડાયેલા હોય છે. આજના યુગમાં લોકો વિવિધ પ્રકારની શોધો કરવા લાગ્યા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાયકલના પાછળના વ્હીલને બે ભાગમાં વહેંચવામાં આવે તો તે કેવી રીતે ચાલશે? તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ તે એકદમ સાચું છે. પૈડામાંથી હવા નીકળે ત્યારે સાયકલને અમુક અંતર સુધી પણ ચલાવી શકાતી નથી, પરંતુ જો વ્હીલ જ બે ભાગમાં હોય તો તે કેવી રીતે ચલાવાશે.

એક એન્જિનિયરે એક વિચિત્ર રીતે સાઇકલ ડિઝાઇન કરી છે, જેમાં સાઇકલનું પાછળનું વ્હીલ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. જો કે, તેમ છતાં, તે રસ્તા પર ધીમી ગતિએ દોડે છે. એન્જિનિયર-કમ-યુટ્યુબરે એક અનોખી અને સંપૂર્ણ કાર્યક્ષમ સાયકલ બનાવી છે જે સામાન્ય રીતે રસ્તાઓ પર ચાલે છે. તેણે એવું પણ વિચાર્યું કે પાછળનું વ્હીલ બે ટુકડામાં વિભાજિત થયા પછી તે કેવી રીતે આગળ વધશે. યુટ્યુબ પર ‘ધ ક્યૂ’ નામની ચેનલ ચલાવતા સર્ગેઈ ગોર્ડિએવ તેમના આઉટ ઓફ ધ બોક્સ સર્જન માટે પ્રખ્યાત છે.

તેણે પાછળના વ્હીલને બે ભાગમાં અલગ કરીને સાયકલ બનાવી. વિડિયો શેર કરતાં વિડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘બસ એક સામાન્ય બાઇકનું ગણિતઃ 0.5 2 = 1 વ્હીલ.’ વિડિયોમાં તમે જોઈ શકો છો કે તેઓએ કેવી ચતુરાઈથી કસ્ટમ મેડ સાઇકલ બનાવી છે. પહેલા વ્હીલના બે ભાગમાં કાપી અને પછી તેની અંદર સખત રબર ઉમેર્યું. જેના બાદ ઘણી મહેનત પછી, એક નવી ડિઝાઇનવાળી સાયકલ તૈયાર કરવામાં આવી, જે સૌથી અલગ છે. આ વીડિયો જોયા પછી તમે પણ આ વ્યક્તિના ફેન થઈ જશો.

Niraj Patel