શાવર લેવા માટે આ વ્યક્તિએ અપનાવ્યો એવો જુગાડ કે જોઈને ખુલ્લી જ રહી જશે તમારી આંખો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જુગાડના ઘણા વીડિયો તમે જોયા જ હશે. આપણે બધા જાણીએ છીએ કે જુગાડ એક એવું માધ્યમ છે, જેના દ્વારા કોઈપણ કાર્યને સરળ બનાવી શકાય છે. ઘણા લોકો એવા કેટલાક કામ કરવા માટે જુગાડનો ઉપયોગ કરે છે, જેના વિશે જાણીને આપણને પણ આશ્ચર્ય થાય છે. કેટલાક લોકોનો જુગાડ એટલો બધો જબરદસ્ત હોય છે કે તેમના વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. હાલ જે જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમે પણ કહશે કે આ વ્યક્તિ પાસે આટલું મગજ ક્યાંથી આવ્યું ! આ જુગાડુ વ્યક્તિનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને બધા કહી રહ્યા છે કે આ વ્યક્તિ ખરેખર ખૂબ જ પ્રતિભાશાળી છે.

સોશિયલ મીડિયા પર જુગાડના વાયરલ વીડિયોનો ભંડાર છે. જુગાડ વડે બધું સરળ બનાવી શકાય છે. દેશના ઘણા લોકો જુગાડનો ઉપયોગ કરીને તેમના કામને સરળ બનાવતા જોવા મળે છે, ત્યારબાદ તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે. હવે ઈન્ટરનેટ પર દેશી જુગાડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા કહેશે કે આ વ્યક્તિ ખરેખર ખૂબ જ ટેલેન્ટેડ છે. ઘણીવાર તમે જોયું હશે કે લોકો પોતાનો સમય અને પૈસા બચાવવા માટે જુગાડ ટેક્નોલોજીનો સહારો લે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ સામે આવ્યું છે.

જેમાં એક વ્યક્તિએ ખુલ્લામાં ન્હાવા માટે મસ્ત જુગાડ અપનાવી રહ્યો છે, જેને જોઈને ભલભલા એન્જીનિયરો પણ ક્ષણભર માટે દંગ રહી જશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખુલ્લામાં બેઠેલો એક વ્યક્તિ આનંદથી સ્નાન કરી રહ્યો છે. પાણીથી ભરેલું પોલિથીન તેના માથા પર લટકે છે, પહેલા તે તેના આખા શરીર પર સાબુ લગાવે છે. આ પછી તે વ્યક્તિ સાવરણો ઉપાડે છે અને પાણી ભરેલ પોલીથીનમાં કાણું પાડે છે. આ વીડિયોને ટ્વિટર પર પરીખ જૈન નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે, સાથે જ લાઈક્સ અને કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

ટ્વિટર પર આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘એક સારો જુગાડ’. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયોની મજા લઈ રહ્યા છે. કેટલાક લોકો યુવકના આઈડિયાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેની ચુટકી લઈ રહ્યા છે.

Shah Jina