મધ્યમવર્ગના આ વ્યક્તિએ પોતાના બાળકો માટે બનાવી નાની અમથી ઓટો રીક્ષા, કારણ જાણીને તમે પણ ભાવુક થઇ જશો ,જુઓ તસવીરો

દરેક પિતા પોતાના બાળકોના દરેક સપના પૂર્ણ કરવા ઈચ્છે છે, પોતાના બાળકોના સારા ઉછેર માટે તે દિવસ રાત મહેનત કરે છે અને તેની કોઈપણ જરૂરિયાત અધુરી ના રહી જાય તેની ખુબ જ કાળજી પણ રાખતા હોય છે. આવા ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા અને સમાચારમાં જોવા મળતા હશે જેમાં એક પિતા પોતાના બાળકો માટે કંઈપણ કરી છૂટતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે.

પોતાના બાળકોનું એક સપનું પૂર્ણ કર્યું છે કેરળના રહેવાસી અને મધ્યમ વર્ગમાં પોતાનું જીવન વિતાવી રહેલા પિતા અરુણ કુમાર પુરૂશોથમને. અરુણનાં દીકરા માધવને કૃષ્ણાને 1990ની રોમાન્ટિક મ્યુઝિકલ ફિલ્મ “એ ઓટો” બહુ જ પસંદ હજતી અને તે પોતાના માટે હંમેશાથી આવી જ રીક્ષા ઈચ્છતો હતો. જેમાં તે બેસી અને મજા કરી શકે.

માધવ પોતાના પિતા પાસે ઘણીવાર પોતાની આ ઈચ્છાને વ્યક્ત કરી ચુક્યો છે. પરંતુ દેખીતી વાત છે કે તે લાખો રૂપિયા ખર્ચી અને પોતાના દીકરાની આ ઈચ્છા નહોતી પૂર્ણ કરી શકતો. અને બીજું કે તેનો નાનો એવો દીકરો તે ચલાવી પણ નહોતો શકવાનો જેને તે ફિલ્મોમાં જોતો હતો. તો પોતાના દીકરાનું સપનું પૂર્ણ કરવા માટે અરુણે એક ખુબ જ શાનદાર જુગાડ અપનાવ્યો.

અરુણે જાતે જ એક નાની એવી મીની રીક્ષા બનાવી લીધી. પરંતુ આ રીક્ષા માત્ર રમકડાંની જ નથી. પરંતુ એક રિક્ષાની જેમ તે ચાલે પણ છે અને તેની અંદર રીક્ષા જેવા બધા જ ફંશન પણ છે. હવે તમારા મનમાં પણ એ સવાલ આવશે કે આખરે અરુણનાં દિમાગમાં આ આઈડિયા આવ્યો કેવી રીતે ?

તો તમને જણાવી દઈએ કે અરુણ બાળપણથી જ વાહનોમાં રસ ધરાવતો હતો. તે પણ તેના બાળપણમાં આવા મોટા રમકડાં મેળવવાની ઈચ્છા રાખતો હતો. પરંતુ તેના પિતાની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તેને નહોતા મળી શકતા. અરુણનાં પિતા એક કારપેઈન્ટર પણ હતા. જેના કારણે તેના તેના પિતાએ તેને એકવાર બે પૈડાં વાળી જૂની સાયકલ લાવીને આપી. તો અરુણે તેમાં ઓજારનો ઉપયોગ કરીને ઘણા નાના મોટા રમકડાં પણ બનાવી લીધા.

એટલું જ નહિ અરુણ જ્યારે 10માં ધોરણમાં હતો ત્યારે તેને JCBનું વર્કિંગ મીની મોડલ પણ બનાવ્યું હતું. જેના માટે તેને સ્ટેટ લેવલ ઉપર પ્રથમ ઇનામ પણ મળ્યું હતું. જોકે તેને આગળ ભણવાના કારણે પોતાના નાના વાહનો બનાવવાના શોખને છોડી દીધો. બાદમાં અરુણ પોતાની નોકરીના કારણે પુદુચેરી શિફ્ટ થઇ ગયો.

અહીંયા લગ્ન બાદ તેને બાળકો થયા. એકવાર તેના બાળક પાસે તેને ચાલવા વાળી ગાડી માંગી તો અરુણે તેને ઘરે જ તેના માટે SUVબનાવી દીધી. અરુણ કહે છે કે બજારની અંદર આ રીતે ચાલવા વાળી ગાડીઓ હજારો રૂપિયામાં મળે છે. પરંતુ આટલા બધા પૈસા ખર્ચ કરવાનો શો મતલબ છે ? જયારે હું તેને ઘરે જ બનાવી શકું છું.

બસ આજ બેકગ્રાઉન્ડના કારણે અરુણે પોતાના દીકરા માટે પોતાની જાતે જ રીક્ષા બનાવવાની ઈચ્છા પૂર્ણ કરી દીધી. અરુણે આ મીની ઓટોને લોન્ચ કરવા માટે પોતાના જ બાળકોને મોડલ બનાવ્યા અને તેનો વીડિયો પણ અપલોડ કર્યો.

Niraj Patel