લગ્ન પછી અઠવાડિયાની અંદર જ પતિ જતો રહ્યો કેનેડા, પછી પત્નીને એવા શબ્દો કહ્યા કે વિદેશમાં દીકરી દેતા પહેલા હજાર વાર વિચાર કરશો

સુરતમાં લગ્ન કરીને એક જ વીકમાં પતિ કેનેડા જતો રહ્યો, ત્યાં જઈ પત્નીને એવું કહ્યું કે વિદેશમાં દીકરી દેતા પહેલા હજાર વાર વિચાર કરશો

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ પર અત્યાચારના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર સાસરિયા દ્વારા અથવા તો પતિ દ્વારા પરણિતા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતુ હોવાનું પણ સામે આવે છે. ઘણીવાર તો પરણિતાને દહેજ માટે પ્રતાડિત કરવાની ઘટનાઓ પણ સામે આવે છે. હાલમાં સુરતમાંથી એક પરણિતા પર પતિ અને સાસુ-સસરા દ્વારા ત્રાસ ગુજારવાનું સામે આવ્યુ છે. સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પતિ સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ નોંધાવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ ઉપરાંત ફરિયાદમાં -સસરાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લગ્નના 6 દિવસ બાદ જ પરણિતાનો પતિ કેનેડા ગયો હતો અને તેણે પરણિતાને કહ્યુ કે, હવે તું મને ગમતી નથી અને તું મને છૂટાછેડા આપી દે, મારે તો અન્ય છોકરી સાથે લગ્ન કરવાના હતા. ત્યારે આ મામલે પત્નીએ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કેનેડામાં રહેતા પતિ તેમજ અમદાવાદમાં રહેતા સાસુ-સસરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પણિતાને પતિ અને સાસરીયાઓએ માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી હતી

અને તે બાદ તેણે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે કેનેડા ટોરેન્ટોમાં રહેતા પતિ દિવ્ય દિલીપ જાની, સાસુ આશાબેન જાની અને સસરા દીલીપ દિનકર જાની(અમદાવાદ)ની વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. 22 એપ્રિલના રોજ સગરામપુરામાં રહેતી 22 વર્ષીય પીડિતાના લગ્ન અમદાવાદમાં રહેતા દિવ્ય જાની સાથે થયા હતા. લગ્નના થોડા જ દિવસોમાં સાસુએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પતિ પર સાસુની વાત માની પરિણીતા સાથે ઝઘડો કરતો હતો.

પતિ તો લગ્નના 6 દિવસ બાદ જ 21 એપ્રિલના રોજ કેનેડા જતો રહ્યો હતો. કેનેડામાં પતિ પ્રાઇવેટ સિક્યુરિટી કંપનીમાં નોકરી કરે છે. તેના કેનેડા ગયા બાદ સાસુ-સસરાએ પરિણીતાને પિયર મોકલી દીધી હતી. પત્નીએ કેનેડા જવાનું કહ્યું તો સાસુ-સસરાએ કહ્યું કે તારા મમ્મી-પપ્પા પાસેથી રૂપિયા લઈ આવજે, અમારે દિવ્યને કેનેડા મોકલવા 40 લાખનો ખર્ચ થયો હોવાનું કહી દહેજની માગણી કરી હતી. કેનેડા રહેતા પતિને પરણિતાએ સાસુ-સસરાની બાબતે વાત કરતા તેણે ઝઘડો કર્યો અને પછી તેણે ફોન પર કહ્યું કે હવે તું મને ગમતી નથી

અને તું મને છૂટાછેડા આપી દે, મારે તો અમદાવાદમાં એક છોકરી છે તેની સાથે લગ્ન કરવાના હતા. જે બાદ પરણિતાની સાસુએ પણ કહ્યું કે દિવ્ય સાથે લગ્ન કરવા માટે ઘણી છોકરીઓ તૈયાર છે. પતિએ પત્નીને ધમકી આપી કે અમારે મોટા મોટા લોકો સાથે સંબંધ છે, તારે છૂટાછેડા તો આપવા જ પડશે. જેથી પત્નીએ છૂટાછેડા આપવાની ના કહેતા પતિએ કહ્યું કે તારાથી થાય તે કરી લેજે. જેથી પત્નીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પરિણીતાની ફરિયાદના આધારે અઠવાલાઈન્સ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina