કૂવાની અંદર ફસાઈ ગયો કોબરા સાપ, તો યુવકે બચાવવા માટે લગાવી છલાંગ, જુઓ વાયરલ થઇ રહ્યો છે વીડિયો

સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા એવા વીડિયો પણ હોય છે જે જોઈને આપણી આંખો પણ પહોળી રહી જાય. ઘણા લોકો પ્રાણીપ્રેમી પણ હોય છે અને તેમના પ્રાણીઓને બચાવવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતા હોય છે. પરંતુ કોઈ કોબરા સાપને બચાવવા માટે કૂવામાં છલાંગ લગાવી દે ?

માન્યામાં નહીં આવે પરંતુ આ હકીકત છે. એક વ્યક્તિએ કોબરા જેવા ઝેરી સાપને બચાવવા માટે કૂવાની અંદર છલાંગ લગાવી દીધી અને સાપને બહાર કાઢ્યો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ પહેલા તો કૂવાની અંદર કૂદકો માટે છે. કૂવામાં એક કોબરા સાપ ગોળ ગોળ તરતો જોવા મળે છે.  ત્યારબાદ તે વ્યક્તિ સાપની નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે પરંતુ સાપ દૂર જવા લાગે છે પરંતુ છેવટે તે વ્યક્તિ સાપને પકડી લે છે. અને ત્યારબાદ બીજા એક વ્યક્તિની મદદથી સાપને બહાર કાઢવામાં આવે છે.

બહાર કાઢેલા સાપને ખુલ્લા ખેતરની અંદર છોડી દેવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ ઘણા લોકો આ વ્યક્તિના સાહસ અને કામની પ્રસંશા પણ કરી રહ્યા છે. આ વીડિયોને આઈઆરએસ અધિકારી નાવેદ ટ્રુમ્બો દવબારા શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને..

Niraj Patel