પાણીપુરીવાળું પ્રપોઝ : આ યુવકે તેની ગર્લફ્રેન્ડને કંઈક આ રીતે કર્યુ પ્રપોઝ કે છોકરીએ તરત જ પાડી દીધી હા, જાણો

તમે ઘણીવાર અનેક જગ્યાએ જોયુ હશે કે કોઇ તેમના પાર્ટનરને અનોખી રીતે પ્રપોઝ કરવા માટે કયારેક કેકમાં તો કયારેક વાઇનના ગ્લાસમાં કે પછી અન્ય કોઇ રીતે તેમાં રીંગ નાખી અને તેમના પ્રેમનો ઇઝહાર કરે છે.

પરંતુ શુ તમે કયારેય એવું સાંભળ્યુ કે કોઇ તેમના પાર્ટનરને પ્રપોઝ કરવા માટે ગોલગપ્પા એટલે કે પકોડીમાં રિંગ નાખી પ્રપોઝ કરે ?

જી હાં, આવો જ કિસ્સો બન્યો છે hanan પીએચડી સ્ટુડન્ટ જોડે. તેના બોયફ્રેન્ડે તેને ગોલગપ્પામાં રિંગ નાખી સરપ્રાઇઝ આપ્યુ. Hanan એ ટ્વીટ કરી આ વાતની જાણ પણ કરી હતી અને તેણે લખ્યુ કે, ગોલગપ્પાને કેવી રીતે ના કહી શકુ, મતલબ કે તે લગ્ન માટે રાજી થઇ ગઇ.

Hanan ની આ ટ્વીટ પર એક યુઝરે લખ્યુ કે તેને આ ગોલગપ્પા વાળો પ્રેમ ઘણો જ પ્રેમાળ લાગ્યો. તો એક અન્ય યુઝરે લખ્યુ કે, મારા તો ગળામાં જ ફસાઇ જતી રિંગ. Hananની આ ટ્વીટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો, આ કેવી છે પ્રેમનો ઇઝહાર કરવાની રીત ?

Shah Jina