વડોદરા : ઉત્તરાયણની ખરીદી કરવા નીકળ્યો ને મોત આવ્યુ…કારમાંથી મળ્યો મૃતદેહ

વડોદરા ઉત્તરાયણની ખરીદી કરવા ગયેલ ગોધરાના શખ્સનું મોત, અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં કારમાં સૂઇ ગયો અને પાછો ઉઠ્યો જ નહિ

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકના મામલા સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વડોદરાના ગોત્રી રોડ પરથી આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં ગોધરાના શખ્સનો કારમાંથી મૃતદેહ મળી આવ્યો. ઉત્તરાયણની ખરીદી કરવા શખ્સ વડોદરા કારમાં આવ્યો હતો, પણ અચાનક તેને છાતીમાં દુખાવો ઊપડતાં તે કારમાં જઈને સૂઈ ગયો ને પછી ઉઠ્યો જ નહિ. એક સ્થાનિક વ્યક્તિ કે જે સવારે વોક પર નીકળ્યો હતો તેની કાર પર નજર પડતાં આ મામલો બહાર આવ્યો હતો.

ઉત્તરાયણની ખરીદી કરવા નીકળેલ વ્યક્તિનું મોત

હાલ તો હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ગોધરા ખાનગી હોસ્પિટલમાં કર્મચારી તરીકે નોકરી કરે છે અને ઉત્તરાયણને કારણે તે ખરીદી કરવા વડોદરા આવ્યો હતો. જો કે, અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં તે ઈકો ગાડીમાં પાછળની સીટ પર જઇ સૂઈ ગયો. ત્યારે એક સ્થાનિક યુવકની નજર કાર પર પડતાં મામલો સામે આવ્યો હતો.

છાતીમાં દુખાવો ઉપડતા કારમાં સૂઇ ગયો ને  પછી ઉઠ્યો જ નહિ

સ્થાનિકે જણાવ્યું કે કાલની 6 વાગ્યાની આસપાસથી ગાડી પડી હતી અને તે 6 વાગ્યે વોકિંગ કરવા નીકળ્યો હતો. ત્યારે ગાડી જોઈ હતી, પણ અંદર માણસ છે તેના પર નજર નહોતી. તે પછી સવારે ગાડી પર નજર પડી તો ખબર પડી કે માણસનું તો મોત થઇ ગયુ છે. તેણે આગળ જણાવ્યુ- મને લાગ્યું કે અમારા બાજુની ગાડી હતી એટલે મેં હોસ્પિટલમાં વાત કરી, એટલે હોસ્પિટલનો સ્ટાફ આવી ગયો.

Shah Jina