બાઈક લઈને રોડ ઉપર નીકળેલો વ્યક્તિ સીધો ખાડામાં પડ્યો, પછી જે થયું તે હેરાન કરી દેનારું હતું, જુઓ વીડિયો

વરસાદમાં બાઈક લઈને રસ્તા ઉપર નીકળતા સાવધાન: આ યુવક સાથે જે બન્યું તે તમારી સાથે પણ બની શકે છે !! જુઓ વીડિયો

ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, અને આ સમયે રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળે છે, જેના કારણે રસ્તાની અંદર ક્યાં ખાડો છે અને ક્યાં કોઈ ભુવો પડી ગયો હોય તે કોઈ જાણી શકતું નથી જેના કારણે સાવચેતી રાખવી પણ ખુબ જ જરૂરી છે. આવા સમયે ઘણા અકસ્માતો પણ સર્જાતા હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાઈક સવાર ખાડામાં પડી જાય છે.

આ ઘટના બની છે ગાજિયાબાદના લોની બંથલા ફલાયઓવર પાસે. જ્યાં એક રોડ કિનારે ખાડાની અંદર બાઈક સવાર પડી ગયો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એ તો સારું રહ્યું કે બાઈક સવારનો જીવ બચી ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ખાડો નજર ના આવ્યો અને બાઈક સવાર તેમાં પડી ગયો.

ઘટના બાદ ત્યાં હાજર લોકોએ પહેલા તે વ્યક્તિને ખાડામાંથી બહાર કાઢ્યો અને ત્યારબાદ ઘણી જ મહેનત કરીને તેની બાઇકને પણ બહાર કાઢવામાં આવી. આ ઉપરાંત બીજી એક ઘટનામાં ગાજિયાબાદના ટીલા વળાંક પોલીસ સ્ટેશન ક્ષેત્રના ભારત સીટી સાયટીનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

અહીંયાની કોલોનીમાં પણ પાણી ભરાઈ ગયું છે. જણાવવામાં આવ્યું રહ્યું છે કે કોલોનીની દીવાલ અચાનક તૂટી જવાના કારણે કોલોનીમાં પાણી ભરાઈ ગયું હતુંમ જેના કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના સમયમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, એવામાં સાવચેતી રાખવી પણ ખુબ જ જરૂરી બને છે.

Niraj Patel