આ ભાઈએ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે વાપર્યું જોરદાર જીગર, ચાલુ મેચમાં જ મેદાનમાં ઘૂસી, ઘૂંટણીએ બેસીને રિંગ કાઢી, સિક્યુરિટી ગાર્ડ આવતા કરી એવી હાલત કે જુઓ વીડિયો

ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે ચાલુ મેચમાં જ મેદાનમાં જતો રહ્યો આ ભાઈ, પછી થયા એવા હાલ કે.. બાઉન્સરોએ પકડીને…. જુઓ વીડિયો

દરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે કે તે તેના પાર્ટનર માટે કંઈક ખાસ કરે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવા માટે અવનવી રીતો અપનાવતા હોય છે અને સરપ્રાઈઝ પણ પ્લાન કરતા હોય છે. ઘણીવાર તેમનો પ્રપોઝ પ્લાન રિજેક્ટ પણ થતો હોય છે. તો ઘણા લોકો ક્રિકેટ કે કોઈ અન્ય રમતના મેદાનમાં પણ પોતાના પાર્ટનરને પ્રપોઝ કરતા હોય છે, જેના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે.

પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે જે તમને પણ હેરાન કરી દેશે. એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે એક વિચિત્ર રીત શોધી કાઢી. તે સિક્યુરિટી તોડીને રમતના મેદાનમાં ઘૂસ્યો. તે સમયે બેઝબોલ મેચ ચાલી રહી હતી. સ્ટેડિયમમાં હજારો દર્શકો હાજર હતા. મેદાનની વચ્ચે, તે વ્યક્તિએ તેની પ્રેમિકાને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરવાનું શરૂ કર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો રિકાર્ડો જુઆરેઝ નામના વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આમાં જુઆરેઝ અમેરિકાના લોસ એન્જલસના ડોજર સ્ટેડિયમમાં તેની ગર્લફ્રેન્ડ રેમોના સાવેદ્રાને પ્રપોઝ કરતો બતાવવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેડિયમમાં કેવી રીતે બેઝબોલ મેચ ચાલી રહી છે. દરમિયાન, જુઆરેઝ પ્રેક્ષકોમાંથી ઉભો થાય છે અને મેદાનની અંદર પ્રવેશ કરે છે. તે મેદાનની વચ્ચે ઘૂંટણિયે પડી જાય છે અને રિંગ કાઢીને મેચ જોવા આવેલી તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું શરૂ કરે છે.

ત્યારે જ સિક્યોરિટી ગાર્ડ એક્શનમાં આવે છે અને ભાગીને તેને પકડી પાડે છે. તેઓ તેને ઉપાડીને મેદાનની બહાર લઈ જાય છે. આ વીડિયોને 1 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. લાખો લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. કોઈએ કહ્યું ગાર્ડે જુઆરેઝને આટલી જોરથી ધક્કો ના મારવો જોઈએ, તો કોઈએ કહ્યું કે આ ખેલાડીઓની સુરક્ષાનો મામલો છે.

 

View this post on Instagram

 

A post shared by Ricardo Juarez (@ricasushi)

એક યુઝરે કહ્યું “પ્રપોઝનો વિચાર સારો હતો, પરંતુ પદ્ધતિ ખોટી હતી. અન્ય એક યુઝરે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. ત્રીજા યુઝરે લખ્યું શાબાશ, ગર્લફ્રેન્ડે પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. અન્ય એક યુઝરે કહ્યું લોકોએ આ બધું કરવાનું ટાળવું જોઈએ. બાદમાં, જુઆરેઝે ગર્લફ્રેન્ડ રેમોના સાથે બીજી તસવીર પોસ્ટ કરી. જેમાં તેણે જણાવ્યું કે તેનો પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો છે. હવે તેમની જોડી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે.

Niraj Patel