એક નહિ ત્રણ-ત્રણ કોબરા સાપ સામે બેસી સ્ટંટ બતાવી રહ્યો હતો આ યુવક, ત્યારે જ થયુ કંઇક એવું કે…જોઇ રૂવાંડા ઊભા થઇ જશે

સાપની અણી કાઢતો હતો હતો આ યુવક, સાપનો મગજ છટક્યો અને થયું એવું કે… જુઓ વીડિયો

ક્યારેક અતિશય આત્મવિશ્વાસ આપણા માટે ખૂબ જ ખતરનાક હોય છે અથવા તો અમુક કામ વિશે ઘણો અનુભવ કર્યા પછી પણ કંઈક અનિચ્છનીય બને છે. સાપ એક એવું પ્રાણી છે જેને સામાન્ય રીતે દરેક માણસ સ્પર્શ કરી શકતો નથી, પરંતુ ડરના કારણે ત્યાંથી ભાગી જાય છે. જો કે તમે ઈન્ટરનેટ પર સાપ સાથે જોડાયેલા ઘણા વીડિયો જોયા જ હશે, પરંતુ આજે અમે જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તે તમારા હોંશ ઉડાવી દેશે.અત્યાર સુધી તમે સોશિયલ મીડિયા પર ઘણા સાપ સાથે જોડાયેલા વીડિયો જોયા જ હશે.

ઘણા વીડિયોમાં સાપ પકડનાર મોટા સાપને પકડી લે છે અને તેને બોરી કે કોઈ વસ્તુમાં બંધ કરીને બીજે ક્યાંક છોડી દે છે, પરંતુ હવે આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં કોબ્રા સાથે સ્ટંટ કરી રહેલા એક વ્યક્તિને ભારે પડી ગયો છે. કોબ્રાએ યુવક પર અચાનક હુમલો કરી દીધો.આ વીડિયોમાં એક યુવક ત્રણ કોબ્રા સાપ સાથે રમતો જોવા મળી રહ્યો છે, આ દરમિયાન વ્યક્તિ સાથે જે પણ થયુ છે તે તેને જીવનભર યાદ રાખશે.

સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક ત્રણ કોબ્રા સાપ સાથે રમકડાની જેમ રમી રહ્યો હતો અને તેમને હેરાન કરી રહ્યો હતો. વીડિયોમાં ત્રણ કોબ્રા સાપ પોતાની હૂડ ફેલાવતા વ્યક્તિની સામે બેઠેલા જોવા મળે છે. જ્યારે અચાનક એક કોબ્રા ઝડપથી ત્રાટકે છે અને તે વ્યક્તિના પગને કરડવાની કોશિશ કરે છે.

કોબ્રાના આ અચાનક હુમલા બાદ યુવક ગભરાઈને ઉભો થઈ જાય છે અને ઝડપથી સાપને હટાવવાનો પ્રયાસ કરે છે. કોબ્રાના હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો જોયા બાદ લોકો ચોંકી ઉઠ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું, ‘કોબ્રા સાથે વ્યવહાર કરવાનો આ એક ભયંકર રસ્તો છે. સાપ હલનચલનને ખતરો માને છે અને ચળવળને અનુસરે છે. અમુક સમયે, પ્રતિક્રિયા જીવલેણ પણ હોઈ શકે છે.’

Shah Jina