28 પત્નીઓ અને 135 બાળકો સામે આ બુઢ્ઢાએ કર્યા 37મી વખત લગ્ન ! 120થી વધુ પૌત્ર-પૌત્રીઓ રહ્યા હાજર

તમે બાળપણમાં ઘણીવાર સાંભળ્યું હશે કે રાજા-મહારાજા ઘણા લગ્નો કરતા હતા અને તેમને ડઝનેક પત્નીઓ હતી. પરંતુ આજના સમયમાં એકથી વધુ પત્નીઓ રાખવી એ મોટી વાત માનવામાં આવે છે. ક્યારેક વધુ પત્નીઓને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ એક માણસે આ વાતને ખોટી સાબિત કરી છે. તમને જણાવી દઈએ કે 36 લગ્ન કર્યા બાદ હવે એક વૃદ્ધ વ્યક્તિ 37મી વખત લગ્ન કરતા જોવા મળી રહ્યા છે. પૌત્ર-પૌત્રીઓની સામે 37મી વખત લગ્ન કરી રહ્યા છે. જ્યારે લોકોએ આ વાત સાંભળી તો બધા સ્તબ્ધ થઈ ગયા.

આ સાથે આ વ્યક્તિ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોરદાર શેર કરી રહ્યા છે. આ વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શન લખ્યું, ‘સૌથી બહાદુર માણસ… 37મી વાર લગ્ન તે પણ 28 પત્નીઓ, 135 બાળકો અને 126 પૌત્રોની સામે’.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો IPS રૂપિન શર્માએ ગયા વર્ષે જૂનમાં શેર કર્યો હતો. જે પછી તે જોરદાર વાયરલ થયો અને ફરી એકવાર આ વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

લોકો ફની રિએક્શન આપી રહ્યા છે. ટ્વિટર પર એક યૂઝરે લખ્યું, ‘કેટલું શાનદાર નસીબ, અહીં માત્ર એકને સંભાળવી મુશ્કેલ છે’. તો બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘મારી પાસે લગ્ન કરવાની પણ હિંમત નથી અને આ 37’. અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, ‘સિંગલ જોયા પછી RIP થઈ જશે’.

Shah Jina