ઉકળતા તેલમાં ખુલ્લા હાથે ભજીયા તળી રહ્યો છે આ વ્યક્તિ, જેણે પણ આ વીડિયો જોયો તે બધા દંગ રહી ગયા

સોશિયલ મીડિયો પર રોજે રોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે તેમાના ઘણા રમુજી હોય છે જ્યારે કેટલાક એવા ખતરનાક હોય છે તેને જોયા બાદ આંખો પર વિશ્વાસ નથી આવતો. વિશ્વમાં એકથી એક યુક્તિબાદ લોકો રહે છે. જે તેના અવનવા કરતબોથી લોકોને આશ્ચર્યચકિત કરી દેશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે કોઈ વ્યક્તિ આવુ કેમ કરી શકે.

આ વીડિયો એક કંદોઈનો છે, જે ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા તળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોને એક ફૂડ બ્લોગરે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કર્યાના થોડા સમયમાં જ 10 લાખ લોકો જોઈ ચૂક્યા છે.


આ વીડિયો જયપુરના સ્ટ્રીટ ફૂડ વેન્ડર ‘કિસાન પકોડેવાલે’ ના નામથી પ્રચલિત રસ્તા કિનારે એક ઢાબા પર ભજીયા તળતા જોવા મળી રહ્યા છે. આ વ્યક્તિએ ભજીયા ગરમ તેલમાં નાખ્યા અને પોતાના હાથથી તેને ડૂબાડ્યા. ચોંકાવનારી વાત એ છે કે આ સમયે તે ખુલ્લા હાથે કામ કરી રહ્યો હતો છતા પણ તેના હાથમાં કોઈ દાઝવાના નિશાન પણ જોવા ન મળ્યા. વાઈરલ થયેલા આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જયપુર કા હિટપ્રુફ પકોડેવાલા.

 

YC