ઘાઘરો પહેરીને આ વ્યક્તિ ઐશ્વર્યા રાયના ગીત ઉપર કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે લોકો પણ જોતા જર રહી ગયા, જુઓ વીડિયો

બોલિવૂડ ફિલ્મોનું સંગીત સાંભળીને ભલ ભલાનાં પગ આપોઆપ ધ્રૂજવા લાગે છે. ગીતના શબ્દો અને તેનું મ્યુઝિક પણ નાચવા માટે મજબુર કરી દે છે. થોડા સમય લોહેલા જ અમેરિકાથી એક ખબર આવી હતી કે એક ભારતીય છોકરો જે ત્યાંની શેરીઓમાં જબરદસ્ત ડાન્સ કરે છે અને દુનિયા તેની ફેન છે. માત્ર ડાન્સ જ નહીં, લોકોને આ વ્યક્તિની ડ્રેસિંગ સેન્સ પણ પસંદ છે. આ યુવક સ્કર્ટ અને કુર્તા પહેરીને ડાન્સ કરે છે.

ત્યારે હવે આ છોકરાનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. આમાં તે ઐશ્વર્યા રાય બચ્ચનના ગીત પર એટલો જોરદાર ડાન્સ કરી રહ્યો છે કે દર્શકો જોતા જ રહી ગયા. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૈનિલ મહેતા ‘બરસો રે’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. તેણે ઘાઘરો પહેર્યો છે અને તે તેમાં ખૂબ જ સારી રીતે ડાન્સ કરે છે.

તેનો વીડિયો જોઈને ખબર પડે છે કે તે તેના ડાન્સ અને તેના આઉટફિટને લઈને કેટલો આત્મવિશ્વાસ ધરાવે છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન લખતા તેણે કહ્યું કે તેણે આ ડાન્સ માટે બિલકુલ તૈયારી કરી નથી. ઊલટાનું મન મૂકીને આ રીતે નાચવા લાગ્યો. એવું નથી કે તેણે પહેલીવાર સ્કર્ટ પહેરીને ડાન્સ કર્યો હોય. તેના ઇન્સ્ટાગ્રામ પરતમે જોશો  તો તમને તેના આવા સ્કર્ટ પહેરીને ડાન્સ કરતા ઘણા વીડિયો જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર થતાની સાથે જ લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- “શું જબરદસ્ત અભિવ્યક્તિ છે.” આ ઉપરાંત અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે “આ ભાઈ ડાન્સના મામલે છોકરીઓને પાછળ છોડી દે છે.”

Niraj Patel