ચલણ કપાવાને લીધે ગુસ્સાથી આગબબુલો થઇ ગયો ડ્રાઈવર, નારાજ ડ્રાઇવરે કર્યું એવું કામ કે પોલિસે કરી લીધી ધરપકડ

ભારતની સાથે સાથે અન્ય દેશોમાં પણ સરકાર દ્વારા ટ્રાફિકને લગતા ઘણા નિયમો લાગુ કરવામાં કરવામાં આવ્યા છે, જેનુ ઉલ્લંઘન કરવાથી ટ્રાફિક પોલીસ દ્વારા દંડ પણ ફટકારવામાં આવે છે. છતાં પણ જાણતા-અજાણતા ટ્રાફિકના નિયમોનો ભંગ થતો રહે છે અને પરિણામે ટ્રાફિક પોલીસ દ્વારા ચલણ કાપવામાં આવે છે. આવી જ એક ઘટના મલેશિયામાં બની, જ્યા એક યુવક ચલણ કપાવાથી ખુબ નારાજ થયો હતો અને પરિણામે તેણે પોલીસની ગાડી ઉપર પોતાનું ભારે ભરખમ બુલ ડોઝર ચઢાવ્યું અને ગાડીને ટક્કર મારી હતી.

ઘટનાનો વિડીયો પોલીસકર્મી દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું છે કે ટ્રાફિક નિયમોનો ભંગ થવાને લીધે બુલડોઝર ચાલકનું ટ્રાફિક પોલીસ દ્વારા ચલણ કાપવામાં આવ્યું હતું. જેનાથી ડ્રાઇવર ખુબ નારાજ થયો હતો અને તેણે પોતાની નારાજગી અને ગુસ્સો વ્યક્ત કરવાનો અનોખો ઉપાય અપનાવ્યો હતો. ચલણ કપાતા 60 વર્ષના બુલડોઝર ચાલકે પોતાના ભારે ભરખમ બુલડોઝર દ્વારા રસ્તા પર ઉભેલી પોલીસકર્મીઓની ગાડીને ઉડાવી નાખી હતી. તેણે ગાડીને બુલડોઝર દ્વારા એવી ભારે ટક્કર મારી કે ગાડી ઉંધી પડી ગઈ હતી અને ગાડીની અંદરનો સામાન પણ બહાર ફેંકાઈ ગયો હતો.

આ ઘટના બાદ ડ્રાઇવરને ધ રોયલ મલેશિયા પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે કબજામાં લીધો હતો.ઘટનાના સમયે પોલસકર્મીઓ ડ્રાઈવરને ખુબ રોકવાની કોશિશ કરે છે પણ તે કોઈનું પણ સાંભળ્યા વગર બુલડોઝર ગાડી પર ચઢાવી વે દે છે અને ગાડીનો પાછળનો કાંચ પણ ભાંગીને ભૂકો થઇ જાય છે. રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે બુલડોઝર ચાલકનું નિયમોનો ભંગ થવાને લીધે ચલણ કાપ્યું હતું જ્યારે આરોપીનું કહેવું હતું કે પોલીસે ભૂલથી તેનું ચલણ કાપ્યું છે અને તેણે કોઈપણ પ્રકારના નિયમોનો ભંગ નથી કર્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જોવામાં આવી રહ્યો છે અને લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Krishna Patel