ખચોખચ ભરેલી હતી ટ્રેન, અચાનક એક ભાઈને લાગી જબરદસ્ત બાથરૂમ, જવાનો રસ્તો નહોતો, પછી કર્યું એવું કે જોઈને તમે પણ પેટ પકડી લેશો, જુઓ વીડિયો

જનરલ ડબ્બામાં ખચોખચ ભરેલા પેસેન્જર વચ્ચે આ ભાઈએ બાથરૂમ જવા માટે કર્યો ગજબનો જુગાડ, વાયરલ થયો વીડિયો

Man Climbing On Train Seat Video : મોટાભાગના લોકોએ  ટ્રેનની મુસાફરી ચોક્કસ કરી હશે, ઘણા લોકો રિઝર્વેશન કરાવીને જ સફર કરવાનું પસંદ કરતા હોય છે, તો ઘણા લોકો જનરલ ડબ્બામાં પણ મુસાફરી કરે છે. તમે પણ ક્યારેક જનરલ ડબ્બાની મુસાફરી ચોક્કસ કરી હશે. ત્યારે જનરલ ડબ્બામાં કેવી ભીડ હોય છે તેના વિશે પણ તમે પરિચિત જ હશો.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસાફર ઘણી મુશ્કેલી સાથે ટ્રેનના વોશરૂમ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ વીડિયો 6 મેના રોજ દેવગિરી એક્સપ્રેસ ટ્રેનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં, એક વ્યક્તિ ભરેલા ટ્રેનના ડબ્બામાં બર્થ દ્વારા વૉશરૂમ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરતો જોવા મળે છે.

આ વીડિયોને ટ્વિટર પર અભિજીત નામના યુઝરે શેર કર્યો છે, જેને 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અભિજીતનો પિતરાઈ ભાઈ 6 મેના રોજ ઔરંગાબાદથી મુંબઈ જઈ રહ્યો હતો. દરમિયાન આ વીડિયો તેના મિત્રએ રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો સવારે 2 વાગ્યાની આસપાસ શૂટ કરવામાં આવ્યો હતો. તે સમયે બોગીના ફ્લોર પર મોટી સંખ્યામાં મુસાફરો બેઠા હતા.

અભિજીતે વીડિયો ટ્વીટ કરીને લખ્યું, ‘મને આ વીડિયો મારા પિતરાઈ ભાઈ પાસેથી મળ્યો છે જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. આમાં તેનો મિત્ર જોઈ શકાય છે કે જે ટોયલેટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ અંગે તેમણે રેલ્વે મંત્રાલયની પણ ઝાટકણી કાઢી છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈન્ટરનેટ યુઝર્સે પણ ટ્રેનમાં મુસાફરી કરવાના તેમના અનુભવો શેર કર્યા છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓએ પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો છે.

Niraj Patel