ગોપી વહુનો ભાઈ: દિવાળીની સાફ સફાઇમાં જોડાયેલા લોકો માટે જબરદસ્ત ક્લીનિંગ ટિપ્સ આપતો વીડિયો વાયરલ

દિવાળી આવવામાં બસ હવે કેટલાક જ દિવસ બાકી છે. આવામાં ઘરથી લઇને દુકાનો વગેરેની સાફ-સફાઇ ચાલુ છે. ત્યાં એ મોકો હોય છે, જ્યારે લોકો ઘરનો ખૂણેખૂણો સાફ કરે છે અને ધોવે છે. એક પણ જગ્યાએ ગંદકી નામની કોઇ વસ્તુ બચતી નથી. જો કે, ક્યારેક ક્યારેક સાફ સફાઇના ચક્કરમાં લોકો ઘરની કેટલીક એવી વસ્તુઓ પર પણ પાણી મારી દેતા હોય છે, જેને પાણીથી ધોવાની જરૂરત હોતી નથી. આવી વસ્તુઓમાં ઇલેક્ટ્રિક સામાન આવે છે,

પરંતુ શું તમે ક્યારેય જાણતા-અજાણતા આવી કોઇ ઇલેક્ટ્રિક વસ્તુને પાણીથી ધોઇ દીધી છે ? હા, આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવા લાગી જશો. તમે ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલ તો જોઈ જ હશે, જેમાં જિયા માણેક કે જેણે ગોપી વહુનું પાત્ર ભજવ્યું હતું, તે સીધી સાદી સંસ્કારી વહુના પાત્રમાં હતી. એક સીનમાં તેણે લેપટોપને પાણીથી ધોઈ નાખ્યું હતું,

ત્યારબાદ આ સીનને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા અને આજે પણ બને છે. હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે પણ આવો જ છે. આમાં પણ વ્યક્તિ દિવાળીની એવી સફાઈ કરે છે કે ટીવી પાણીથી ધોઈ નાખે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યક્તિ કોમ્પ્યુટર સ્ક્રીન અને ટીવીને પાણીથી ધોઈ રહ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ તેની આ આખી ફની એક્ટિંગને કેમેરામાં કેદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- ‘બંદા ફ્રી હે, કોઈપણ તહેવાર પર સફાઈ કરાવવી હોય તો કહો.આના આવવા જવાનો ખર્ચ પણ તમારો મિત્ર ચૂકવશે.’ આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. દિવાળીમાં આવી સ્વચ્છતા તમે ભાગ્યે જ કરી હશે. આ વિડિયો જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો. વીડિયો પર લોકો કોમેન્ટ સેક્શનમાં પણ મસ્તી કરતા જોવા મળે છે.

Shah Jina