માસુમ બાળકને ટબમાં મૂકી અને પૂર ભરાયેલા પાણીમાંથી પસાર થયો આ વ્યક્તિ, વીડિયો જોઈને આવી ગયા લોકોની આંખોમાં આંસુઓ

આ વર્ષે ચોમાસુ ખુબ જ ભારે રહ્યું છે, ચોમાસાની શરૂઆતમાં વરસાદ ધીમી ધારે વરસ્યો પરંતુ થોડા દિવસમાં જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું અને ઘણા વિસ્તારો પાણીથી છલકાઈ ઉઠ્યા. ઘણા શહેરોમાં પૂર જેવી સ્થિતિ પણ પેદા થઇ ગઈ, આ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો પણ સામે આવ્યા જેને જોઈને લોકોની આંખો પણ ભીની થઇ ગઈ. ત્યારે હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં એવો જ એક નજારો જોવા મળી રહ્યો છે.

તમે વાંચ્યું કે સાંભળ્યું હશે કે ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થયો ત્યારે જેલના તાળા આપોઆપ ખુલી ગયા અને તેમને જેલમાંથી બહાર કાઢવા માટે તેમના પિતા વાસુદેવે માથા પર ટોપલી રાખીને યમુના નદી પાર કરી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે તમને બાહુબલીનો સીન પણ યાદ કરાવશે.

પૂરના કારણે માથા પર પ્લાસ્ટિકનું ટબ લઈને એક વ્યક્તિ પાણીમાં ઘુસી ગયો હતો, જેમાં ત્રણ મહિનાનું બાળક ગરમ કપડામાં લપેટાયેલું હતું. ખભા સુધીના ઊંડા પાણીમાં પણ તે માથે ટબ લઈને ચાલતો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર એક પરિવાર પૂરના પાણીમાં ફસાઈ ગયો હતો. પેડ્ડાપલ્લી જિલ્લાના મંથની શહેરમાં એક બાળકને બચાવ કાર્યકર્તા દ્વારા તેના માથા પર પ્લાસ્ટિકના ટબમાં તેના ગળાડૂબ પાણીમાંથી બચાવી લેવામાં આવ્યો હતો.

વીડિયોની અંદર એક મહિલા પ[ણ તે વ્યક્તિની સાથે ચાલતી જોવા મળી રહી છે, તે લગભગ બાળકની માતા હોય તેવું પ્રતીત થઇ રહ્યુ છે. હાલ તો સદ્નસીબે બાળકને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્પાયર્ડ આશુ નામના ટ્વિટર યુઝરે તેને પોર્ટલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘રિયલ લાઈફમાં બાહુબલી! પૂર પ્રભાવિત ગામ મંથાનીમાં, એક માણસ એક નાનકડા બાળકને ટોપલીમાં માથે લઈ જાય છે.”

અવિરત વરસાદ અને પૂરને કારણે, તેલંગાણામાં ગોદાવરી નદીનું જળ સ્તર 67.01 ફૂટના ત્રીજા ચેતવણી સ્તરને વટાવીને ભદ્રાચલમ નગરમાં 61 ફૂટ સુધી પહોંચી ગયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને વ્યાપક પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંજનેયેલુ સ્વામી મંદિર પાણીમાં ડૂબી ગયું છે. ગોદાવરીનું સ્તર વધવાને કારણે ભદ્રાદ્રી મંદિર અને અન્નદાનમ વિસ્તાર પણ ડૂબી ગયો છે.

Niraj Patel