ખેડૂતે જોયું હતું ટાઇટેનિક જેવું ઘર બનાવવાનું સપનું, 13 વર્ષની અથાગ મહેનત બાદ હવે થયું પૂરું, સંઘર્ષ જાણીને તમે પણ વંદન કરશો.. જુઓ

વાહ.. સલામ છે આ ખેડૂતની મહેનતને… 13 વર્ષ પોતાના હાથે મહેનત કરીને બનાવ્યું અદ્દલ ટાઇટેનિક જહાજ જેવું શાનદાર ઘર, દૂર દૂરથી લોકો આવે છે હવે જોવા.. જુઓ તસવીરો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના સપનાનું એક ઘર હોય. પરંતુ આજના મોંઘવારીના સમયમાં ઘણા લોકોનું આ સપનું ફક્ત સપનું બનીને જ રહી જાય છે. ઘણા લોકો ઘર બનાવવા માટે આખ્ખી જિંદગી એક એક રૂપિયો ભેગો કરવામાં ખર્ચી નાખતા હોય છે. પરંતુ જયારે પોતાના સપનાનું ઘર બનીને તૈયાર થઇ જાય છે તેની ખુશી જ કંઈક અલગ હોય છે.

હાલ ઇન્ટરનેટ પર એવા જ એક વ્યક્તિની કહાની વાયરલ થઇ રહી છે. તેને પણ પોતાના સપનાનું ઘર બનાવવું હતું અને આ ઘર પણ જેવું તેવું નહિ, ટાઇટેનિક જહાજ જેવું. જેના માટે આ વ્યક્તિએ પોતાના જિંદગીના 13 વર્ષ ખર્ચી નાખ્યા, છતાં પણ હાર ના માની અને આખરે ટાઇટેનિક જેવું ઘર બનાવી દીધું.

અમે વાત કરી રહ્યા છે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના હેલેંચા જિલ્લાના રહેવાસી મિન્ટુ રાયની. જે ખેતી કરીને પોતાનું ઘર ચલાવે છે. તે 20-25 વર્ષ પહેલા પિતા સાથે સિલીગુડીના ફાસીદાવા વિસ્તારમાં આવ્યો હતો અને અહીં સ્થાયી થયો હતો. પિતા સાથે સિલિગુડીમાં સ્થાયી થયાને વર્ષો વીતી ગયા, પણ મિન્ટુની આંખોમાં એક સ્વપ્ન હતું.

કોઈપણ સામાન્ય માણસનું સપનું હોય છે તેમ મિન્ટુનું પણ સપનું હતું કે તેનું પોતાનું ઘર હોય અને આ ઘર અનોખું હોવું જોઈએ. મિન્ટુ પોતાનું સપનું કેટલાક એન્જિનિયરો પાસે લઈ ગયો પરંતુ કોઈએ મિન્ટુના સપના પર વિશ્વાસ ન કર્યો. તેણે પોતાનું સપનું પૂરું કરવાની પહેલ કરી અને ધીમે ધીમે કામ કરવાનું શરૂ કર્યું.

તેમની પત્ની ઇતિએ કહ્યું, “અમે અત્યાર સુધી કેટલા પૈસા ખર્ચ્યા છે તેનો રેકોર્ડ રાખ્યો નથી, પરંતુ મને લાગે છે કે તે 15 લાખ રૂપિયાથી ઓછા ન હોવા જોઈએ. અમે ખૂબ જ ગરીબ હતા અને અમારી દીકરીના જન્મ પછી અમે અન્ય લોકો પાસેથી ભાડાપટ્ટે જમીન લઈને શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું.

“બાદમાં અમને મારા સસરા પાસેથી ત્રણ વીઘા જમીન પણ મળી, જ્યાં અમે ચાનો બગીચો શરૂ કર્યો. મિન્ટુ ટોટો (ઇલેક્ટ્રિક રિક્ષા) પણ ચલાવે છે જેનાથી તેને કેટલાક વધારાના પૈસા મળે છે,” ઇતિએ કહ્યું. “મને આશા છે કે આગામી બે વર્ષમાં ઘર પૂરું કરીશ અને ત્યાં શિફ્ટ થઈશ. હું ડેક પર એક નાનો ચા સ્ટોલ ચલાવવા માંગુ છું. બિલ્ડિંગમાં જટિલ લાકડાનું કામ અને સીડીઓ પણ હશે જે વહાણની ભવ્ય ડિઝાઇનને મળતી આવે છે,” મિન્ટૂએ જણાવ્યું હતું.

મિન્ટુના પુત્ર કિરણ રોયે જણાવ્યું હતું કે, “જ્યારે દૂરદૂરથી લોકો આવે છે અને બિલ્ડિંગના ફોટા ક્લિક કરે છે ત્યારે અમને આનંદ થાય છે.” પત્રકારો નિયમિતપણે પરિવારની મુલાકાત લઈ રહ્યા છે અને ફોન પર પૂછપરછ કરી રહ્યા છે. હું મારા પિતાનું સ્વપ્ન સાકાર કરવા માટે આર્થિક રીતે પણ મદદ કરવા માંગુ છું. પૈસાના અભાવે મિન્ટુના કામમાં અડચણો આવી રહી હતી, પરંતુ મિન્ટુએ હાર માની નહીં.

જ્યારે મિન્ટુને લાગ્યું કે પૈસાના અભાવે કામ વારંવાર અટકી જશે, ત્યારે તેણે પોતાના હાથે ઘર બનાવવાનું નક્કી કર્યું. મિન્ટુ નેપાળ ગયો અને ત્યાં ત્રણ વર્ષ રહીને ચણતરનું કામ શીખ્યો. મિન્ટૂએ 2010માં ઘર બનાવવાનું શરૂ કર્યું હતું. તેમનું ઘર 39 ફૂટ લાંબુ અને 13 ફૂટ પહોળું છે. તેની ઉંચાઈ લગભગ 30 ફૂટ છે. મિન્ટુએ ખેતી કરીને કમાણી કરી, બચત કરી અને પોતાનું ઘર બનાવ્યું. હવે આ ઘર વિસ્તારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

Niraj Patel