અમદાવાદ : મોર્નિંગ વોકમાં ફૂટપાથ પર ચાલી રહેલ યુવક પર ચઢાવી દીધી બોલેરો, વીડિયો જોઇ હચમચી જશો

મોર્નિંગ વોક કરતા લોકો પણ સેફ નથી અમદાવાદમાં, ફૂટપાથ પર ચાલતા યુવકને બોલેરોએ ઉડાડ્યો…બિચારો યુવક તરફડીયા મારી મારીને….

ગુજરામાં અકસ્માતના ઘણા બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. ઘણીવાર તેજ રફતાર વાહનને કારણે કોઇ નિર્દોષ વ્યક્તિ જીવ પણ ગુમાવી દેતો હોય છે. આવી ઘટનાઓમાં ઘણીવાર એવું બનતુ હોય છે કે, વ્યક્તિનું ત્યાંને ત્યાં જ ઘટનાસ્થળે મોત થઇ જતુ હોય છે તો ઘણીવાર તેને ગંભીર ઇજા પણ પહોંચતી હોય છે. ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં પણ છેલ્લા ઘણા સમયથી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ફૂટપાથ પર ચાલી રહેલ યુવકને બોલેરોએ અડફેટે લીધો હતો અને આ ઘટનાને કારણે તેનું થોડી જ સેકન્ડોની અંદર મોત પણ થયુ હતુ.

ઉલ્લેખનીય છે કે, બોલેરો પિકઅપ વાન અને યુવક વચ્ચેની આ હિટ એન્ડ રનની ઘટના કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. હાલ તો પોલિસે બેફામ રીતે બોલેરે પિકઅપ વાન હંકારી રહેલ ચાલક સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટના શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાના અરસામાં અમદાવાદના વસ્ત્રાલમાં બની હતી. કેનેરા બેંકથી આગળ મૃતક શૈલેષ પ્રજાપતિ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા..

આ દરમિયાન જ તેજ રફતાર બોલેરો પીકઅપ વાનના ચાલકે તેમને અડફેટે લીધા અને ગંભીર ઇજાને કારણે તેમનું 10 સેકન્ડની અંદર જ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. લોકો બેફામ વાહન હંકારતા ડ્રાઇવરને પકડી તેની સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.આ ઘટનાને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. મૃતક શૈલેષભાઇ ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા હતા.

ઘટનાના સીસીટીવી ફુટેજની વાત કરીએ તો, સવારે 6.10 વાગ્યા આસપાસ મૃતક રસ્તાના છેડા પર ચાલી રહ્યા છે પરંતુ આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ બોલેરો પીકઅપ વાનનો ચાલક તેમને અડફેટે લે છે અને આ દરમિયાન તે હવામાં ઉછળી પડે છે જેેને કારણે તેમને ગંભીર ઇજા પહોંચે છે અને થોડી જ સેકન્ડોમાં તેમનું મોત નિપજે છે. હાલ તો પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Shah Jina