દર્દનાક અકસ્માત ! કાર ચાલકે જોયા વગર જ ખોલી દીધો દરવાજો તો સ્કૂટી સવારની ટક્કરને કારણે થઇ મોત

પાછળ જોયા વગર દરવાજો ખોલનારા સાવધાન થઇ જજો, આ ભૂલને લીધે સ્કૂટી વાળો તડપી તડપીને મર્યો- હ્રદય કંપાવી દે તેવો વીડિયો આવ્યો સામે

ઘણીવાર આપણી નાની બેદરકારી પણ મોટા અકસ્માતનું કારણ બની જાય છે. હંમેશા યાદ રાખો કે જો તમે કાર કે ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હોવ તો દરવાજો ખોલતા પહેલા પાછળ ફરીને જોવું કે કોઈ આવી તો નથી રહ્યું ને. જો કોઈ આવતું હોય, તો તેના ગયા પછી જ દરવાજો ખોલવો. જો તમે જોયા વગર જ દરવાજો ખોલો છો તો દુર્ઘટના થઇ શકે છે. પાછળથી આવતા વ્યક્તિને ખબર પણ નથી હોતી કે તમે દરવાજો ખોલવા જઈ રહ્યા છો. હાલમાં આવો જ એક મામલો સામે આવ્યો છે.

જેમાં એક યુવક પાછળથી ટુ વ્હીલર લઇને આવી રહ્યો હતો અને ઊભેલી કારના ચાલકે એકદમથી પાછળ જોયા વગર દરવાજો ખોલી દીધો જેને કારણે સ્કુટી સવાર કાર સાથે અથડાયો અને પડી ગયો. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના આલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના સુજાનપુરમાં એક સ્કૂટી સવારને કાર ચાલકની બેદરકારીની કિંમત ચૂકવવી પડી. જ્યારે એક કાર સવારે તેની કારનો દરવાજો ખોલ્યો, ત્યારે તેણે જોયુ નહિ કે પાછળથી કોઈ આવી રહ્યું છે કે નહીં.

પાછળથી એક સ્કૂટી સવાર આવી રહ્યો હતો જેણે હેલ્મેટ પહેર્યું ન હતું. કારનો દરવાજો ખુલતાની સાથે જ સ્કુટી સવાર અથડાયો. જેના કારણે તેની સ્કુટી સ્લીપ થઈ ગઈ હતી અને તે જમીન પર પડી ગયો હતો.ત્યારે પસાર થતા લોકો તેને ઊંચકીને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, પડી જવાને કારણે યુવકને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

ત્યાંથી પસાર થતા લોકોનું કહેવું છે કે જો યુવકે હેલ્મેટ પહેર્યું હોત તો તેનું મોત ન થાત. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હાલ વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ મૃતક યુવકના ઘરમાં ચકચાર મચી ગઈ છે.

Shah Jina