રાજકોટ : મામા અને બે માસુમ ભાણેજને ભરખી ગયો કાળ, ઓવર સ્પીડ કારે બાઈકને હવામાં ફંગોળતા ત્રણના કમકમાટીભર્યા મોત

રાજકોટ / જસદણમાં કાર અને બાઈકની ટક્કરમાં મામા અને બે ભાણેજના કમકમાટીભર્યા મોત, ઓવર સ્પીડમાં આવતી કારે બાઈકને અડફેટે લીધું

રાજકોટમાંથી એક દર્દનાક અકસ્માતની ખબર સામે આવી રહી છે, જસદણ પાસે માર્ગ અકસ્માતમાં મામ અને તેમના બે ભાણેજ સહિત ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જસદણ અને બાખલવડ પાસે ઓવર સ્પીડમાં આવતી એક કારે બાઇકને અડફેટે લીધું અને આ દર્દનાક અકસ્માતમાં મામા અને 2 ભાણેજના મોત નિપજ્યાં.

જો કે, આ ઘટનામાં કારચાલક ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અજયભાઈ સદાસિયા તેમની બે ભાણેજ કિંજલ ઓળકિયા અને માહી ઓળકિયા સાથે બાઈક પર બાખલવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સ્પીડમાં આવતી એક કારે બાઈકને અડફેટે લીધુ અને મામા અને બે ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા.

જેમાં અજયભાઈ અને માહીનું તો ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયું પરંતુ કિંજલને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, આજે સવારે તેણે પણ દમ તોડી દીધો. અકસ્માતમાં ત્રણેયના મોત થતા પરિવાર પણ આઘાતમાં સરી રડ્યો છે. કિંજલ આખી રાત જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હતી અને અંતે સવારે તેણે પણ અંતિમ શ્વાસ લીધા.

પરિવાજનો ત્રણ-ત્રણના મોતને લઇને માનસિક રીતે તૂટી ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને મૃતદેહોને પીએમ માટે ખસેડી કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. અકસ્માત કરનાર અમદાવાદજ પાસિંગની અલ્ટો કારકોની છે અને એ તપાસ પોલીસે હાથ ધરી છે.

Shah Jina