હાર્ટ એટેકનો કહેર, 24 વર્ષિય એક્ટ્રેસનું હાર્ટ એટેકથી થયુ મોત- જાણો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર: 24 વર્ષની અભિનેત્રીનું હાર્ટઍટેકના કારણે નિધન, શારજાહમાં લીધા અંતિમ શ્વાસ

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના ઘણા મામલા સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો. 24 વર્ષિય સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ લક્ષ્મીકા સજીવનું હાર્ટ એટેકના કારણે મોત થઇ ગયુ. આ ખબર બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુખની લહેર છવાઇ ગઇ. જાણકારી અનુસાર, લક્ષ્મીકાનું મોત દુબઇમાં થયુ, જ્યાં તે કોઇ જરૂરી કામથી ગઇ હતી.

લક્ષ્મીકા સજીવનનું હાર્ટ એટેકથી મોત

એક્ટ્રેસની મોત બાદ સોશિયલ મીડિયા પર ઇન્ડસ્ટ્રીના લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સંયુક્ત અરબ અમીરાતના શારજાહમાં લક્ષ્મીકાએ શુક્રવારે છેલ્લા શ્વાસ લીધા. એવું કહેવામાં આવે છે કે તેનું મોત હાર્ટ એટેકથી થયુ છે. લક્ષ્મીકાએ ખૂબ નાની ઉંમરમાં પોતાની એક્ટિંગથી મોટુ મુકામ હાંસિલ કર્યુ હતુ.

‘કક્કા’ નામની શોર્ટ ફિલ્મથી મળી ઓળખ

તે મલયાલમ ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ હતી. તેને ‘કક્કા’ નામની શોર્ટ ફિલ્મમાં પંચમીના પાત્ર માટે ઓળખવામાં આવે છે. આ પાત્રમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ શોર્ટ ફિલ્મ ઓટીટી પર આવી હતી. જેમાં તેને સાવલા રંગની બદ્સૂરત છોકરી બતાવવામાં આવી હતી, જેના દાંત બહાર હતા અને લોકો તેના લુકની મજાક ઉડાવતા હતા.

છેલ્લે ફિલ્મ કૂનમાં મળી હતી જોવા 

આ ઉપરાંત લક્ષ્મીકાએ તેના કરિયરમાં પંચવર્નાથથા, પુઝાયમ્મા, સઉદી વેલ્લક્કા, ઓરુ કુટ્ટનાડન બ્લોગ, ઓરુ યમંદન પ્રેમકથા અને નિત્યહરિથા નાયગન સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે છેલ્લે ફિલ્મ કૂનમાં જોવા મળી હતી.

Shah Jina