એક જ દિવસમાં મલાઇકા અરોરાના જોવા મળ્યા અલગ અલગ લુક, તમે પણ જોશો તો ફિદા થઇ જશો

ફ્રોક પહેરીને ડોગી સાથે રમતી જોવા મળી મલાઇકા, વરસાદની સિઝનમાં પણ વધારી દીધુ તાપમાન- જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેના ફેશન અને સ્ટાઇલને કયારેય પણ લાઇટલી નથી લેતી. 40ની ઉંમર પાર કરી ચૂકેલી આ અભિનેત્રી રિસ્કી આઉટફિટ પહેરી લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે. આવું કંઇક હાલમાં જોવા મળ્યુ. જયારે આ બોલ્ડ પર્સનાલિટી વાળી બાલાને એકદીમ સ્વીટ લુકમાં સ્પોટ કરવામાં આવી.મલાઇકાને એકદમ નજીકથી જાણવા વાળા લોકોને તો ખ્યાલ હશે કે તેને વ્હાઇટ કલર ઘણો પસંદ છે.

મલાઇકાએ હાલમાં વ્હાઇટ મેક્સી ડ્રેસ પસંદ કર્યો હતો. આ વખતે તેણે મિડ લેંથ પેટર્ન વાળી ડ્રેસ પહેરી હતી, જે કોટન ફેબ્રિકથી તૈયાર કરવામાં આવી હતી. આ ફેબ્રિકથી બનેલ કપડા મોનસૂન જેવી મોસમ માટે પરફેક્ટ રહે છે.

મલાઇકાના આ ડ્રેસમાં ડીપ U નેકલાઇન બનેલી હતી. જેની સાથે સ્ટ્રેપી સ્લીવ્સને જોડવામાં આવી હતી. આઉટફિટમાં વેસ્ટ એરિયા પર હોરિઝોન્ટલ સ્ટીચિંગ કરી હતી જે હેમલાઇનમાં માઇક્રો પ્લીટ્સ ક્રિએટ કરવાનું કામ કરી રહી હતી.જે મલાઇકાને બિલકુલ યંગ લુક આપી રહી હતી.

આ ડ્રેસ સાથે મલાઇકાએ Gucci નું સાઇડ સ્લિંગ બેગ કેરી કર્યુ હતુ. જેની સાથે હસીનાએ તેના લુકને મિનિમલ રાખ્યો હતો. ઓવરઓલ લુકને કેઝ્યુઅલ રાખતા તેણે વ્હાઇટ ટ્રેનિંગ શુઝ પહેર્યા હતા. જેની સાથે તેણે ગળામાં ચેન લિંક નેકલેસ વિથ પેંડેંટ પહેર્યુ હતુ.

મલાઇકાએ બીજી વાર તેના લુકને ચેન્જ કર્યો હતો. તે તેના ડોગને વોક કરાવતી જોવા મળી હતી. અભિનેત્રી જયારે પણ ઘરની બહાર નીકળે છે તો તને પેપરાજી ઘેરી લે છે. તે પેપરાજીને કયારેય પણ નિરાશ નથી કરતી. પરંતુ ઘણીવાર તે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થઇ જાય છે.

મલાઇકાને ફરીથી અલગ લુકમાં જીમ સેશન માટે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે ગ્રે કલરનું યોગા પેન્ટ અને નિયાન ટેંક ટોપ પહેર્યુ હતુ. તે જિમ સેશન બાદ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી.

Shah Jina