47 વર્ષના મલાઇકા ભાભીને નથી પસંદ ચીકણા છોકરાઓ, બોલી- કોઇ એવો જો કિસ કરવામાં…

તસતસતુ ચુંબન સીધું ચોડી શકે એવા છોકરાઓની દિવાની છે મલાઇકા, પછી એવું બોલી કે અર્જૂન કપૂરને પણ આવશે શરમ

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂરની રિલેશનશિપ કોઇનાથી છૂપી નથી. બંનેએ બધાની સામે તેમના સંબંધોનો સ્વીકાર કરી લીધો છે. બંને આજ-કાલ તેમના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. મલાઇકા શો “ઇન્ડિયાઝ નેકસ્ટ ટોપ મોડલ”માં નજર આવી રહી છે. આ શોમાં તેની સાથે મિલિંદ સોમન અને અનુષા દાંડેકર છે. આ શોના એક એપિસોડ દરમિયાન મલાઇકા અરોરાએ એવું કંઇક કહી દીધુ કે તે હાલ ખૂબ ચર્ચામાં છે.

મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર તેના પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. તેની હોટ તસવીરો અને વીડિયો બધાનું ધ્યાન ખેંચે છે. પરંતુ આ વખતે તે તેના એક રિયાલિટી શોમાં કરવામાં આવેલ કૈંડિડ કન્ફેશનને લઇને ચર્ચામાં છે. શોના કો-હોસ્ટ મિલિંદ સોમને મલાઇકા અરોરાને પૂછ્યુ કે ત્રણ વસ્તુઓ જણાવો જે બાદ તમે પુરુષો તરફ આકર્ષિત થાવ છો.

મલાઇકા અરોરાએ તેની પસંદ જણાવી. તેણે કહ્યુ કે, તેને કેવા છોકરાઓ પસંદ છે. મલાઇકાએ કહ્યુ કે, મને એ છોકરાઓ ઘણા પસંદ છે જે થોડા રફ હોય. ચીકણો ફેસ મને પસંદ નથી. મને એ ઘણો પસંદ છે જે સારી રીતે કિસ કરી શકે. સાથે જ મલાઇકાએ જણાવ્યુ કે, એવા છોકરા જે ગોસિપ નથી કરતા.

મલાઇકાને આ દરમિયાન પૂછવામાં આવ્યુ છે તેણે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને લાસ્ટ મેસેજ શુ કર્યો હતો. આ સવાલના જવાબમાં મલાઇકા શરમાઇ ગઇ અને તેણે મેસેજ વાંચી કહ્યુ કે, આઇ લવ યુ ટુ મેસેજ કર્યો હતો. તે બાદ મલાઇકાને વધુ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, કોણ એવી વ્યક્તિ છે જે તેને અંદરથી બહાર સુધી જાણે છે. આ પર તેણે કહ્યુ કે, તે વ્યક્તિ અર્જુન કપૂર છે. તે મને જાણે છે અને મને સમજે છે સાથે જ પરેશાન પણ કરે છે.

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વર્ષ 2019થી ચાહકોને કપલ ગોલ્સ આપી રહ્યા છે. બંનેના રોમાન્સની ઇન્ટરનેટ પર ઘણી ચર્ચાઓ થતી હોય છે. રોમેન્ટિક હોલિડેથી લઇને ફેમીલી સાથે ગેટ ટુ ગેધર સુધી કપલ એક સાથે હંમેશા ખુશ જોવા મળે છે.

Shah Jina