મલાઈકા અરોરાએ ખોલ્યું જીવન જોડાયેલું રાઝ, કહ્યું પ્રેગ્નેન્સી દરમ્યાન પણ…

મલાઈકા અરોરાએ પ્રેગ્નેન્સી વખતનું ખોલ્યું રાઝ, સાંભળીને ચાહકો થયા હેરાન…

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

મલાઈકા અરોરા આ દિવસોમાં અર્જુન કપૂર સાથે તેના સંબંધને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના લગ્નનું સપનું કેવી રીતે પૂરું થશે. મલાઈકા થોડા સમય પહેલા નેહા ધુપિયાના શોમાં નજર આવી હતી.

ત્યારે મલાઈકાએ કહ્યું હતું કે પ્રેગ્નેન્સી દરમ્યાન પણ કામ કરવાનું બંધ કર્યું હતું નહિ અને ડિલિવરીના 40 દિવસ પછી કામ પર જવાનું શરુ કરી દીધું હતું. તે વિશે મલાઈકાએ કહ્યું કે, ‘મેં પ્રેગ્નેન્સી પહેલા પણ કામ કરેલું છે અને ડિલિવરીના 40 દિવસ પછી કામ કરવાનું શરુ કરી દીધું હતું.

મલાઈકાએ કહ્યું કે મેં મારા બાળક માટે 40 દિવસ માટે રજા લીધી હતી. ત્યારબાદ 40 દિવસ પછી ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ શરુ કરી દીધું હતું. તેના સિવાય મલાઈકા અરોરાએ કહ્યું કે કરીકીર્દીની શરૂઆતના દિવસોમાં ડાર્ક સ્કીન કેટેગરીમાં રાખવામાં આવતી હતી

Image source

અને તે સમયે આ વસ્તુને લઈને પક્ષપાતી ભેદભાવ કરવામાં આવતો હતો. લોકો ડાર્ક સ્કીન અને ફેયર સ્કીનના વચ્ચે ભેદભાવ રાખતા હતા. મલાઈકા અરોરાએ તેની કારકિર્દીની શરૂઆત એક વીડિયો જોકીની રીતે કરી હતી.

ત્યારબાદ મલાઈકા ઘણા બધા ડાન્સ વીડિયો અને ફિલ્મોમાં નજર આવી હતી. મલાઈકાએ તેના લગ્ન વિશે કહ્યું હતું કે મારા લગ્ન બીચ પર થશે અને તે સંપૂર્ણ રીતે સફેદ કલરમાં જ હશે. મને લગ્નમાં બધી જ વસ્તુઓ સફેદ કલરની જ જોઈએ છે. હું અલી સાબ ગાઉન પહેરીશ. બ્રાઈડસમેટસનો કોન્સર્ટ પણ ખુબ જ પસંદ છે.

નેહા સાથે વાત કરતા મલાઈકાએ અર્જુનથી જોડાયેલી વાત પણ કરી હતી. મલાઈકાએ કહ્યું કે અર્જુનને લાગે છે કે હું સારી તસવીરો નથી કિલક કરતી, જયારે અર્જુન મારી સારી તસવીર કિલક કરે છે.

જણાવી દઈએ કે મલાઈકાએ અર્જુન સાથેના સંબંધને સોશ્યિલ મીડિયા પર તેનો સ્વીકાર કર્યો હતો. મલાઈકાએ અર્જુન સાથે રોમેન્ટિક પોઝ આપતા કેપ્શનમાં લખ્યું હતું.

Patel Meet