મનોરંજન

બોયફ્રેન્ડ અર્જુન કપૂર પર મારવામાં આવતા મહેણાંથી પરેશાન થઈને મલાઈકા ભાભીએ આપ્યો જોરદાર જવાબ, કહ્યું, “અર્જુન સ્કૂલમાં ભણતું કોઈ બાળક…”

જુવાન પુરુષ સાથે ચક્કર ચલાવવા વાળી 49 વર્ષની મલાઈકાએ કહ્યું, અર્જુન કપૂર કોઈ સ્કૂલનું બાળક નથી કે તેને ભણવા…..

બોલીવુડના સ્ટાર કપલ હંમેશા કોઈને કોઈન વાતે ચર્ચામાં રહેતા હોય છે, એવું જ એક કપલ છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું. ભલે એ બંનેએ લગ્ન નથી કર્યા પરંતુ સતત ચર્ચામાં રહેતા હોય છે. આ કપલ અવાર નવર પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરતુ રહે છે અને ચાહકો પ ન્ટેમની તસવીરો પર કોમેન્ટ કરતા હોય છે.

તો ઘણીવાર કેટલાક લોકો અર્જુન કપૂર અને મલાઈકાની ઉંમરને લઈને ટ્રોલ પણ કરતા હોય છે. મલાઈકા અને અર્જુન વચ્ચે ઉંમરમાં 12 વર્ષનું અંતર છે અને આજ કારણે લોકો તેમના સંબંધો પર સવાલ પણ ઊઠવે છે. ત્યારે હાલમાં જ મલાઈકા અરોરાએ આ બધા જ સવાલોના જવાબ પણ આપ્યા અને ટ્રોલર્સની બોલતી પણ બંધ કરી દીધી હતી.

મલાઈકાએ હાલમાં જ પોતાના શોમાં અરબાઝ ખાન સાથેના પોતાના છૂટાછેડા અને અર્જુન કપૂર સાથેના તેના સંબંધોને લઈને ખુલીને જવાબ આપ્યો હતો. અર્જુન કપૂર સાથેના પોતાના સંબંધોને લઈને મલાઈકાએ કહ્યું હતું કે, “લોકો મને એ નજરથી જુએ છે જાણે અર્જુન સાથે સંબંધમાં આવીને મેં તેની જિંદગી ખરાબ કરી રહી હોય. કે પછી તે સ્કૂલની બાળક છે અને હું તેને ભણવા નથી દેતી.

લોકો મને એ પ્રકારના સવાલ પૂછે છે કે જાણે અમે ડેટ પર જતા હોય ત્યારે અર્જુન ક્લાસમાંથી ગુલ્લી મારતો હોય. એવું ઘણીવાર બન્યું છે કે છોકરો તેનાથી નાની ઉંમરની છોકરીને ડેટ કરતો હોય. તે છોકરાને આપણે પ્લેયર કાઈએ છીએ. તો જો છોકરી તેનાથી નાના ઉંમરના છોકરાને ડેટ કરે તો કોઈને સારું નથી લાગતું. હું અર્જુનની જિંદગી બરબાદ નથી કરી રહી.

મલાઈકા અરોરા આ દિવસોમાં તેના શો “મૂવ ઈન વિથ મલાઈકા”ના કારણે ચર્ચામાં છે. જ્યારે તે દરેક એપિસોડમાં તેના જીવન સાથે જોડાયેલી વાર્તાઓ શેર કરી રહી છે, ત્યારે અભિનેત્રીએ થોડા સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના જીવન મંત્રને શેર કર્યો છે. રીલની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “સ્ટેજ, રનવે કે પછી લાઈફ હોય, દરેક દિવસે છવાઈ જવું જ મારો મંત્ર.” ત્યારે હાલ આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)