પિંક ટોપ, બ્લૂ જીન્સ અને બ્લેક ગોગલ્સ લગાવી આપ્યો એવો પોઝ કે ચાહકો જોતા રહી ગયા ફીગરનો જાદુ

47 વર્ષે પણ 25 જેવા દેખાય છે મલાઈકા ભાભી, આ 7 તસવીરોએ ફેન્સના હૃદયના ધબકારા વધારી દીધા

બોલિવુડની ખૂબસુરત અદાકારા મલાઇકા અરોરાને એક દિવસ પહેલા જ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તે થોડી થાકેલી અને ઉદાસ લાગી રહી હતી, તેના હાથમાં નેક પીલો હતો અને એ જોતા એવું લાગી રહ્યુ હતુ કે, તે લાંબી યાત્રા કરીને આવી છે. ત્યારે હાલમાં જ પેપરાજી દ્વારા મલાઇકાને સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તેનો સુપર સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો.

બોલિવુડ અદાકારા આ દિવસોમાં ફરી તેના જૂના અંદાજ અને ફિટનેસમાં આવી ગઇ છે. જયાં અભિનેત્રીની તસવીરો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આજે અભિનેત્રીને તેના બિલ્ડિંગ નીચે ખૂબ જ બોલ્ડ અને સુપર સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. તેનો આ દરમિયાન દિલકશ અંદાજ નજર આવ્યો હતો.

મલાઇકાની ફિટનેસ અને બોલ્ડનેસ બંને તેનાથી નાની ઉંમરની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. આ ઉંમરે પણ અભિનેત્રીએ તેની બોડી ખૂબ જ મેઇનટેન રાખી છે. મલાઇકાના લુકની વાત કરીએ તો, તેણે પિંક ટેંક ટોપ અને જીન્સ કેરી કર્યુ હતુ. તેમજ તેણે બ્લેક ગોગલ્સ પણ લગાવેલા હતા, જેમાં તે ઘણી ગોર્જિયસ લાગી રહી હતી.

મલાઇકાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા અને આ દરમિયાનની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એવું કહેવાય છે ને કે ખૂબસુરતીને  શબ્દોમાં વર્ણવી શકાતી નથી, આવું જ કંઇક આજે મલાઇકા માટે કહી શકાય. મલાઇકાની સ્ટાઇલ અને ખૂબસુરતીને શબ્દોમાં વર્ણવી જ ન શકાય. કારણ કે તેના  ચહેરાનો નૂર જ લોકોના હોંશ ઉડાવી દે  છે.

મલાઇકા અરોરા બાંદ્રા પહોંચી હતી અને તેણે એકદમ ખુલીને તેની તસવીરો ક્લિક કરાવી હતી. મલાઇકા તેના ઘરેથી નીકળે અને તેની સ્ટાઇલની ચર્ચા ન થાય તેવું તો બને જ નહિ. આ પહેલા પણ મલાઇકાને રિપ્ડ જીન્સમાં સ્પોટ કરવામાં આવી છે, પરંતુ આજે મલાઇકાનો જે લુક અને તેની જે સ્ટાઇલ જોવા મળી તેની તો વાત જ કંઇ અલગ છે.

આ દિવસોમાં મલાઇકા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. તેમજ તેઓ ઘણીવાર એકસાથે ક્વોલિટી સમય વીતાવતા પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

Shah Jina