દુલ્હનના જોડામાં મલાઇકાએ જીત્યુ ચાહકોનું દિલ, વીડિયો અને તસવીરો જોઇ લોકો બોલ્યા- કોઇ તુમસા નહિ…

‘રાજકુમારી’ના અવતારમાં રેંપ વોક પર ઉતરી 47 વર્ષની મલાઇકા અરોરા, લહેંગા-ચોલી જોઈને ફેન્સ બોલ્યા … ખુબ જ બોલ્ડ થઇ ગઈ

બોલિવુડમાં એકથી એક ચડિયાતા આઇટમ સોન્ગથી ધમાલ મચાવનારી અભિનેત્રી મલાઇકા અરોરા હંમેશા કોઇના કોઇ કારણસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પોતાના ઇવેન્ટ્સની જાણકારી તે શેર કરવા સાથે સાથે નવા નવા પોસ્ટથી ચાહકોને એન્ટરટેન કરતી  રહે છે. મલાઇકા અરોરાનો કોઇ પણ અંદાજ ચાહકોને પસંદ આવી જાય છે. અભિનેત્રી હાલમાં ફરીથી એકવાર ચર્ચામાં આવી છે. મલાઇકા હાલ તેના બ્રાઇડલ લુકને લઇને ચર્ચામાં છે.

મલાઇકાનો એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેને તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેનો બ્રાઇડલ લુક જોવા મળી રહ્યો છે. વીડિયોમાં મલાઇકા દુલ્હનની જેમ ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. મલાઇકાનો આ લેટેસ્ટ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તે મલાઇકાની ખૂબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે.

મલાઇકાએ ડીપ નેકવાળો બ્લાઉઝ પહેર્યો છે અને સાથે લહેંગો કેરી કર્યો છે. તેનો આ ઇંટેન્સ લુક ચાહકોના દિલને ઘાયલ કરી રહ્યો છે. મલાઇકા બ્રાઇડલ અંદાજમાં હુસ્નનો તડકો લગાવતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, મુંબઇમાં લેક્મે ફેશન વીક 2021નું આયોજન કરવામાં આવ્યુ હતુ. 5 દિવસ સુધી ચાલેલ આ ઇવેન્ટમાં ટોપ મોડલ્સ ઉપરાંત બોલિવુડ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.

મલાઇકા અરોરા ફેશનની દુનિયાની છે. આ પહેલા તેણે ઘણીવાર આવી રીતના શો કર્યા છે. LFW 2021માં રૈંપ પર મલાઇકા અરોરાએ આગ લગાવી દીધી હતી. અભિનેત્રીએ ભારે કઢાઇ સાથેનો એક શાનદાર લાલ અને ગોલ્ડન લહેંગો પહેર્યો હતો. મલાઇકાના બ્લાઉઝમાં ડીપ નેકની સાખ કઢાઇ હતી. જે ઘણી ખૂબસુરત જોવા મળી રહી હતી.

મલાઇકાએ માથા પર દુપટ્ટો નાખ્યો હતો, જેમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. તેણે જ્વેલરીમાં ચોકર, માથાપટ્ટી અને બંગળીઓ સાથે એક્સેસરાઇઝ કેરી કર્યુ છે. તેણે મેકઅપ માટે શિમરી ગોલ્ડ આઇશેડો, રેડ લિપસ્ટિક અને મસ્કરા લગાવ્યા હતા. જો કે, તેણે આ દરમિયાન કાનમાં ઇયરિંગ્સ પહેર્યા હતા.આને કારણે કેટલાક ચાહકોએ પોસ્ટ પર કમેન્ટમાં લખ્યુ હતુ કે, ઇયરિંગ્સ નથી પહેરી મેમ… એક યુઝરે કહ્યુ કે, કોઇ તુમસા નહિ.

મલાઇકા અરોરા ફેશન ડિઝાઇનર અન્નૂ માટે શો સ્ટોપર બની હતી. લેક્મે ફેશન વીકના છેલ્લા દિવસે અભિનેત્રી કરીના કપૂર, સોહા અલી ખાન, દિવ્યા ખોસલા કુમાર અને ચિત્રાંદગા સિંહે રૈંપ વોક કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

Shah Jina