ફરવા માટે પણ આવી રીતે તૈયાર થઇને નીકળી પડી મલાઇકા, ફાટેલું જીન્સ અને ફિંગર જોઇ મન નહિ ભરાય
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. બધા લોકો જાણે જ છે કે મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ બાબતે સજાગ રહે છે.
મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. હવે તે કોઇ પાર્ટીમાં જવા માટે નીકળે કે પછી રેગ્યુુલર જીમ એક્સરસાઇઝ માટે..
મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.
મલાઇકા ફરી એક તેના સુપર હોટ જીમ લુકને કારણે ચર્ચામાં આવે છે. એટલું જ નહિ આ કપડામાં અદાકારાની જે ફિટ અને કર્વી બોડી જોવા મળી તે જોઇને તો વર્કઆઉટ લવર્સને પણ તગડા ફિટનેસ ગોલ્સ મળતા જોવા મળી રહ્યા છે.
મલાઇકા અરોરા કયાંય પણ સ્પોટ થઇ જાય, તેનો અવતાર એટલો હસીન નજર આવે છે કે લોકોનું મન તેને એકવાર જોતા તો ભરાતુ નથી. આ વખતે પણ કંઇક આવું જ નજર આવ્યુ. અદાકારા જયારે તેના ડોગ સાથે વોક પર નીકળી તો તે માથાથી લઇને પગ સુધી સ્ટાઇલિશ નજર આવી.
મલાઇકાએ વોક માટે જીન્સ અને ટોપ પસંદ કર્યુ હતુ. જેને તેણે સ્નીકર્સ સાથે પેર અપ કર્યુ હતુ. આ દરમિયાન તેણે બ્લુ કલરના ડિસ્ટ્રેસ્ડ જીન્સ સાથે સ્ટ્રેપી વ્હાઇટ ટોપ સાથે મેચ કર્યુ હતુ. આ લુકમાં તે હોટનેસનો તડકો લગાવી રહી હતી.
મલાઇકાએ વોક માટે સ્ટાઇલિશ અવતાર પસંદ કર્યો હતો. તેણે તેના વાળને પોની ટેલમાં કવર કર્યા હતા. આ રિલેકસ્ડ ચોટી તેના રિલેકસ્ડ લુક સાથે પરફેક્ટ લાગી રહી હતી. તમને જણાવી દઇએ કે, મલાઇકા તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. તે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે.