છૂટાછેડામાં કરોડો રૂપિયા મળ્યા પછી મલાઈકા હાલ આવા લક્ઝુરિયસ ઘરમાં રહે છે, જુઓ તસવીરો
બૉલીવુડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર એવી મલાઈકા અરોરા કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. અરબાઝ સાથેના છૂટાછેડા પછી મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનમાં આવી હતી.

અર્જુન સાથે મલાઈકાએ પોતાનો સંબંધ પણ જગજાહેર કરી દીધો છે અને અવાર-નવાર બંને પાર્ટી કે ડિનર ડેટ પર એકસાથે સ્પોટ થાય છે. મલાઈકાની આલિશાન લાઈફસ્ટાઇલની સાથે સાથે તેનું ઘર પણ ખુબ જ આલીશાન છે.

મલાઈકા મુંબઈના પૉશ વિસ્તારમાં સ્થિત અલીશાન ઘરની માલિક છે. અરબાઝ સાથેથી અલગ થયા પછી મલાઇકા આ ઘરમાં પોતાના દીકરા અરહાન અને પાળીતો ડોગ કૈસ્પર સાથે રહે છે. આજે અમે તમને મલાઈકાના ઘર સાથે રૂબરૂ કરાવશું.

મલાઈકા ઘણીવાર પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. મલાઈકાના ઘરમાં ખુબ જ હલકા રંગનો ઉપીયોગ કરવામાં આવ્યો છે. મલાઇકાની ફેવરિટ જ્હ્યા તેના ઘરની બાલ્કની છે અને બાલ્કનીમાં પોઝ આપતી પોતાની તસવીરો શેર કરતી રહે છે. મલાઈકાના ઘરના સોફા, દીવાલો ખુબ જ સુંદર છે.

મલાઈકાને ફૂલોનો પણ ખુબ જ શોખ છે અને તે ઘણીવાર પોતાના ઘરને ફૂલોથી શણગારતી રહે છે.મલાઈકાના ઘરનું ઇન્ટિરિયર પણ ખુબ જ સુંદર છે.

લોકડાઉનમાં મલાઈકા પોતાના કિચનમાં નવા નવા વ્યંજનો બનાવતી પણ જોવા મળી હતી. તેના ઘરનો ડાઇનિંગ એરિયા પણ ખુબ જ સુંદર છે, મલાઈકા અવાર-નવાર પોતાના ઘરે મિત્રો માટે લંચ અને ડિનર પાર્ટીનું આયોજન કરતી રહે છે.

મલાઈકાના ઘરમાં અલગથી ટીવી એરિયા પણ છે ત્યાં તે કામથી આવીને પોતાનો થાક દૂર કરે છે. આ એરિયાની સજાવટ ખુબ બારીકીથી કરવામાં આવી છે.આ સિવાય તેના ઘરમાં ગાર્ડન એરિયા પણ છે.