2 મહિના પહેલા જ અલગ થઇ ગયા હતા મલાઈકા અને અર્જુન કપૂર, હવે છેક સામે આવ્યું બ્રેકઅપનું સાચું કારણ, જુઓ

બે મહિના પહેલા જ અલગ થઇ ચુક્યા છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર, શું આ કારણે કર્યું બ્રેકઅપ ?

Malaika-Arjun Breakup : બોલીવુડની દુનિયામાંથી એક પછી એક ચોંકાવાનારી ખબરી પણ સામે આવતી હોય છે. ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાતા હોય છે તો કોઈનું બ્રેકઅપ પણ થતું હોય છે તો કોઈના અફેરની પણ ખબરો સામે આવતી હોય છે. થોડા દિવસ પહેલા જ બોલીવુડના ભાઈજાન સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન બીજીવાર લગ્નના બંધનમાં બંધાયો, ત્યારે હવે તેની પહેલી પત્ની મલાઈકા અરોરાને લઈને પણ એક ખબર સામે આવી છે.

2 મહિના પહેલા થયા હતા અલગ :

છેલ્લા ઘણા સમયથી મલાઈકા અને તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર વચ્ચે કઈ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું, એવી ખબરો હતી કે બંનેનું બ્રેકઅપ થઇ ચૂક્યું છે. ત્યારે હવે આ બ્રેકઅપ પાછળનું સાચું કારણ પણ સામે આવ્યું છે. તાજેતરના મીડિયા અહેવાલો પ્રમાણે મલાઈકા અને અર્જુન બે મહિના પહેલા અલગ થઈ ગયા હતા, પરંતુ હવે તેમની વચ્ચે બધુ યોગ્ય થઇ શકે તેમ લાગે છે. ઝૂમ અનુસાર, બે મહિના પહેલા મલાઈકા અને અર્જુન વચ્ચે મતભેદ એટલા વધી ગયા હતા કે બંનેએ એકબીજાને સ્પેસ આપવાનું નક્કી કર્યું હતું.

ફરી પાછા થશે એક :

રિપોર્ટ્સ અનુસાર અલગ થયા બાદ મલાઈકા અને અર્જુનને સમજાયું કે તેઓ એકબીજા વગર રહી શકતા નથી. રિપોર્ટ અનુસાર વર્ષો સુધી સાથે રહ્યા પછી અચાનક અલગ થઈ જવું અને સુંદર યાદોને ભૂલી જવું સરળ નથી અને અલગ થવું એ કોઈ પણ વસ્તુનો ઉકેલ નથી. તેથી, તેમણે તેમના સંબંધોને ફરીથી તક આપવાનું નક્કી કર્યું છે અને તે તેના પર કામ કરી રહ્યા છે.  કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે લગ્નના કારણે બંને વચ્ચે અણબનાવ થયો છે.

સ્ટાર્સ તરફથી નથી આવી પ્રતિક્રિયા :

અત્યાર સુધી મલાઈકા અને અર્જુને બ્રેકઅપના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો ખરેખર તેમની વચ્ચે વાત અલગ થવા સુધી પહોંચી ગઈ હતી અને હવે બંને ફરી એક સાથે આવ્યા છે તો આ તેમના ફેન્સ માટે કોઈ  ખુશખબરીથી કમ નથી.  મલાઈકા અને અર્જુન કપૂર પોતાના સંબંધોને ખુલ્લેઆમ જાહેર કરતા આવ્યા હતા. તે બંને વેકેશન પર પણ ઘણીવાર સાથે ગયા હતા અને ત્યાંથી તેમની તસીવરો પણ તેમને શેર કરી હતી. આ ઉપરાંત પેપરાજી દ્વારા તેમને ઘણીવાર એક સાથે કેમેરામાં કેદ પણ કરવામાં આવ્યા છે.

Niraj Patel