માં-દીકરાની જોડી? 7 PHOTOS જોઈને લોકોએ અર્જુનને સલાહ આપી કે, 47 વર્ષની ભાભી સાથે….
મલાઇકા અરોરા અને અર્જુન કપૂરને રવિવારે રાત્રે કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે સ્પોટ કરવામાં આવ્યા હતા. તેઓ કરીનાના ઘરે તેમના દીકરાને મળવા પહોંચ્યા હતા. અર્જુન અને મલાઇકા થોડા દિવસ પહેલા જ તેમના દીકરાને મળવા આવ્યા હતા જ્યારે કરીનાને બ્રીચ કેંડી હોસ્પિટલમાંથી રજા મળી હતી.

કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરી 2021ના રોજ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે અને આ સાથે જ તે બે બાળકોની માતા બની ગઇ છે અને સૈફ અલી ખાન ચાર બાળકોના પિતા બની ગયા છે. લોકો તેમને ખૂબ જ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આ ખાસ અવસર પર કરીનાની ખાસ ફ્રેન્ડ અને અભિનેત્રી મલાઇકા અરોરા તેમજ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા અર્જુન કપૂરને કરીનાના ઘરે સ્પોટ કરવામાં આવ્યા હતા. તેમજ આ સમયે કરીના કપૂર ખાનની બહેન અને અભિનેત્રી કરિશ્મા કપૂરને પણ સ્પોટ કરવામાં આવી હતી.

કરીના અને સૈફના ઘરે મલાઇકા અરોરા બ્લેક વ્હાઇટ કોમ્બિનેશનમાં જોવા મળી હતી. મલાઇકાએ બ્લેક અને વ્હાઇટ ફ્રોક પહેર્યુ હતુ અને આ સાથે હિલ્સ કેરી કર્યા હતા. ત્યાં જ અર્જુન કપૂર બ્લેક ટી શર્ટ અને જીન્સમાં જોવા મળ્યા હતા. તેઓના ચહેરા પર માસ્ક જોવા મળ્યું હતુ

આ દરમિયાન ત્યાં પેપરાજીની ઘણી ભીડ હતી જે તે બંનેની તસવીરો લેવા માટે આતુર હતા. આ દરમિયાન અર્જુને પેપરાજીને દૂર રહેવાની સલાહ આપી હતી.

મલાઇકા અરોરા સાથે અર્જુન કપૂર મોડી સાંજે કરીનાના ઘરે પહોંચ્યા ત્યારે મલાઇકા અને અર્જુન જેવા જ ગાડીમાંથી ઉતરી બિલ્ડિંગની તરફ આગળ વધ્યા ત્યારે ત્યાં હાજર ફોટોગ્રાફર દીવાર પર ચઢી ગયા. ત્યાર બાદ અર્જુન કપૂરે તેમને પહેલા રિકવેસ્ટ કરી કે તે આવું ન કરે અને બાદમાં તેઓ થોડા ગુસ્સાથી તેમને બોલતા જોવા મળ્યા હતા.

આ બાદ પણ તે વ્યક્તિ માનવા તૈયાર ન હતો ત્યારે અર્જુ કપૂર તેની નજીક પહોંચી ગયા અને અર્જુનને આવતા જોઇ તે વ્યક્તિ ત્યાંથી હટી ગયો અને તેને બોલાવતા અર્જુન કપૂરે કહ્યુ, ઓ લાલ શર્ટ વાળા કેમ ડરીને ભાગી રહ્યો છે ?

તમને જણાવી દઇએ કે, મલાઇકા અને અર્જુનને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. બંને તેમના સંબંધનો ઓફિશિયલ સ્વીકાર કરી ચૂક્યા છે. તેઓ ઘણીવાર એકબીજા સાથે સોશિયલ મીડિયા પર તસવીર પણ શેર કરતા હોય છે.
View this post on Instagram