આ ભાઈએ કેળું અને ચીકુ નાખીને બનાવી ખતરનાક ચા, જયારે વીડિયો બનાવનારે કિંમત પૂછી ત્યારે તો તેના હોશ ઉડી ગયા, જુઓ વીડિયો

ઉકળતી ચાની અંદર આ ભાઈએ નાખી દીધું કેળું, થોડીવારમાં ચીકુ પણ નાખ્યું અને કેળાના છોતરા પર કપ ગોઠવીને કરી સર્વ, જોઈને લોકોનો પણ દિમાગ ચકરાવે ચઢ્યો

Banana tea video goes viral : સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાય વીડિયોની અંદર ખાણીપીણીની કેટલીક પરંપરાગત વસ્તુઓ સાથે ચેડાં થતા પણ જોવા  મળતા હોય છે. ત્યારે એ જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય. હાલ એવો જ એક ફ્રૂટ ચાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેને જોઈને લોકોની આંખો પણ ચાર થઇ ગઈ છે.

દુનિયાભરમાં એવા ઘણા લોકો છે, જેમના દિવસની શરૂઆત ચાથી થાય છે. ભારતમાં ચાના પ્રેમીઓની કમી નથી. બજારમાં અનેક પ્રકારની ચા ઉપલબ્ધ છે. તમે મસાલા, આદુ, એલચી, લવિંગ અને ગુલાબની ચા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ તાજેતરમાં વાયરલ બનાના ટીએ લોકોના હોશ ઉડાવી દીધા છે, જેના વિશે જાણ્યા પછી કેટલાક તેની મજા લઈ રહ્યા છે, તો કેટલાક આના પર પોતાનો ગુસ્સો કાઢતા જોવા મળે છે.

આવું પહેલીવાર બનશે, જ્યારે તમે ચામાં કેળા કે અન્ય કોઈ ફળ નાખતા જોયા હશે. આ યુગમાં હવે લોકો ચા સાથે કંઈક અલગ કરવાના મૂડમાં છે. ‘આઈએએસ ચાય વાલે’ના નામથી જાણીતો આ વ્યક્તિ આ ફ્રૂટ ચાને બનાવી રહ્યો છે.  ઈન્સ્ટાગ્રામ પર આ બનાના ટીનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં દેખાતો આ વ્યક્તિ પોતાને ‘આઈએએસ ચાય વાલા’ કહી રહ્યો છે, જે ફ્રૂટ ટી બનાવતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ કેળાની છાલ ઉતારીને ચામાં નાખે છે અને પછી ચાને થોડીવાર ઉકાળે છે અને પછી ચીકુ નાખેછે. આ પછી, તેને કેળામાં છાલમાં કપ મૂકીને ગરમાગરમ ગ્રાહકોને પીરસવામાં આવે છે. આ ચાની કિંમત તે ભાઈ 200 રૂપિયા કહે છે, એ જોઈને લોકો વધુ ગુસ્સે પણ જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 7 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.

Niraj Patel