મેકઅપ આર્ટિસ્ટે લગ્નના દિવસે દુલ્હનનો ચહેરો એવો બદલી નાખ્યો કે દુલ્હો પણ નહિ ઓળખી શકે કે આ જ તેની દુલ્હન છે- જુઓ

બ્યુટી પાર્લરવાળીએ લગ્નના દિવસે છોકરીનો બદલી દીધો ચહેરો, દુલ્હો પણ નહિ ઓળખી શકે- જુઓ વીડિયો

Make Up Artist Change Bride look : લગ્નનો દિવસ પરિવારની સાથે સાથે દુલ્હા-દુલ્હન માટે સૌથી ખાસ હોય છે. દુલ્હન લગ્નના દિવસે સૌથી સુંદર દેખાવા માંગે છે અને આ માટે તે હજારો લાખો રૂપિયા ખર્ચે છે અને ઘણા દિવસો સુધી તૈયારી પણ કરે છે. લગ્નના દિવસે દુલ્હન પોતાનો મેક-અપ પણ કરાવે છે અને પછી જ્યારે દુલ્હન સ્ટેજ પર આવે છે ત્યારે મહેમાનો તેને તાળીઓથી વધાવે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી લગ્ન પહેલા દુલ્હનનો ગેટઅપ લેવા ગઈ હતી, પરંતુ તેના મેકઅપ વગર અને મેકઅપ કર્યા પછીનો તફાવત એટલો હતો કે લોકો તેને ઓળખી પણ ન શક્યા. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નના દિવસે એક છોકરી મેકઅપ કરાવવા બ્યુટી પાર્લરમાં પહોંચી અને મેકઅપ આર્ટિસ્ટને કહેવા લાગી કે તેના લગ્ન છે અને તેને સારો મેકઅપ કરાવો છે.

મેક-અપ આર્ટિસ્ટે તેનો એક વીડિયો શૂટ કર્યો હતો, જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. લગ્નના દિવસ માટે મેક-અપ આર્ટિસ્ટે દુલ્હનનો એવો સુંદર મેક-અપ કર્યો જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. જ્યારે છોકરી સંપૂર્ણ મેક-અપ કરાવ્યા પછી દુલ્હનના ડ્રેસમાં સંપૂર્ણ રીતે સજ્જ હતી, ત્યારે તે તેને લોકો ઓળખી પણ ન શક્યા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોયા પછી તમે પણ હેરાન થઈ જશો.

આ વીડિયોને ગરિમા સૈની નામની મેકઓવર આર્ટિસ્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને તેને માત્ર પાંચ દિવસમાં જ 6 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું, “મેકઅપ કરને કો બોલા હોગા, મેકઅપ આર્ટિસ્ટ ને ફેસ ટ્રાન્સપ્લાન્ટ કર દિયા.” બીજાએ લખ્યુ- “બ્યુટી પાર્લર બંધ કરો.”

Shah Jina