ઘરની આ દિશામાં સ્વસ્તિક બનાવવો ખૂબ જ શુભ, આ 2 વસ્તુનો કર્યો ઉપયોગ- દૂર થશે બધી બાધાઓ અને મળશે શુભ પરિણામ

વાસ્તુશાસ્ત્ર આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો ઘરની દરેક જગ્યાને વાસ્તુ અનુસાર સજાવવામાં આવે તો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ હંમેશા રહે છે. એવું માનવામાં આવે છે કે જો તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કેટલાક વિશેષ ચિહ્નો બનાવો છો, તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. આવા પ્રતીકોમાંનું એક સ્વસ્તિક પ્રતીક છે. ખાસ કરીને જો હળદર અને સિંદુરથી સ્વસ્તિક બનાવવામાં આવે તો તે ઘરમાં સમૃદ્ધિના દરવાજા ખોલવામાં મદદ મળે છે.

મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક બનાવવું એ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજાથી લઈને નવા ઘરમાં પ્રવેશ કરવા સુધી સ્વસ્તિક બનાવવાથી તે કાર્યમાં સફળતા મળે છે અને તે સામાન્ય રીતે કુમકુમ અથવા હળદરથી બનાવવામાં આવે અને ઘરના મુખ્ય દ્વાર પર બનાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. જો તમે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું પ્રતિક લગાવો છો તો તે શુભતા આપે છે, તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

હળદરનું સ્વસ્તિક બનાવવાથી ન માત્ર શુભ ફળ મળે છે પરંતુ ઘરને કોઈપણ પ્રકારના વાસ્તુ દોષના નકારાત્મક પ્રભાવથી પણ મુક્તિ મળે છે. સ્વસ્તિક ઘરની ઉત્તર પૂર્વ દિશા કે જેને ઈશાન કોણ કહેવાય છે ત્યાં બનાવવું, આનાથી વ્યક્તિને જીવનમાં સકારાત્મક પરિણામ મળે છે. આ સિવાય સ્વસ્તિક ઉત્તર દિશામાં પણ બનાવી શકાય છે. તેમજ ઘરના મંદિરની સાથે ઘરના મુખ્ય દ્વાર પર પણ બનાવવાથી વાસ્તુદોષથી મુક્તિ મળે છે.

એવું કહેવાય છે કે ઘરમાં સ્વસ્તિક બનાવવા માટે હળદર અને સિંદૂરનો ઉપયોગ કરવાથી શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઘરમા અષ્ટધાતુ અથવા તો તાંબાથી બનેલો સાથિયો પણ રાખી શકાય છે, જેનાથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.

Shah Jina