જૂની સાડીમાંથી આ રીતે બનાવવામાં આવે છે દોરડું, વીડિયો જોઈને તમે પણ રહી જશો હેરાન

સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો આપણે વાયરલ થતા જોયા છે, ઘણા વીડિયો હસાવનારા હોય છે તો ઘણા વીડિયો હેરાન કરનારા હોય છે. ઘણા વીડિયોમાં ભારતીયોનો અનોખો જુગાડ પણ જોવા મળતો હોય છે.

આવા જ જુગાડ માટે આપનો દેશ જાણીતો છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયાની અંદર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જૂની સાડીમાંથી દોરડું બનાવી રહ્યો છે. આ વીડિયોને જોઈને ઘણા લોકો હેરાન પણ રહી જાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને અદ્વૈતા કાલા નામની ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે અને ઘણા લોકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે પહેલા એક માણસ જૂની સાડીના લાંબા ટુકડા કરે છે. ત્યારબાદ તે ટુકડાઓને બાઇકમાં લાગેલી મશીનમાં ફસાવે છે. જેને એક વ્યક્તિ ફેરવે છે અને સાડી દોરડામાં બદલાઈ જાય છે.ફક્ત બે મિનિટમાં જ એ સાડી મજબૂત દોરડામાં બદલાઈ જાય છે.

સોશિયલ મીડિયામાં આ જુગાડને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તમે પણ જુઓ વાયરલ થઇ રહેલા આ વીડિયોને.

Niraj Patel