હદ છે હવે તો હો… જુઓ આ ભાઈને… પહેલા બનાવ્યો પેપર ઢોસા અને પછી રોલ વાળીને એમાં ભરી દીધો આઈસ્ક્રીમ, વીડિયો જોઈને તમને પણ કઈ સંભળાવવાનું મન થશે, જુઓ
Make Ice Cream Paper Dosa : આપણા દેશમાં ખાણીપીણી સાથે ઘણા બધા અખતરા થતા જોવા મળે છે. ઘણા લોકો વર્ષોથી ખાવામાં આવતી વાનગીઓ સાથે પણ ચેડાં કરતા હોય છે અને એવી એવી વાનગીઓ બનાવતા હોય છે કે જોઈને આપણું પણ દિમાગ ચકરાવે ચઢી જાય. ફૂડ બ્લોગર આવા ઘણા વીડિયોને પોસ્ટ પણ કરતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ભાઈ પેપર ઢોસાની અંદર આઈસ્ક્રીમ ભરીને વેચે છે અને આ જોઈને લોકોનો પિત્તો પણ છટકે છે.
પેપર ઢોસામાં આઈસ્ક્રીમ :
ઢોસાના ચાહકો તમને ભારતમાં દરેક જગ્યાએ મળી જશે. સાદા ઢોસા, મસાલા ઢોસા, રવા ઢોસા અને પનીર ઢોસાથી માંડીને મટન ઢોસા અને વિવિધ પ્રકારના ઢોસા બજારમાં વેચાય છે. પરંતુ શું તમે ક્યારેય આઈસ્ક્રીમ ઢોસા વિશે સાંભળ્યું છે? અથવા ક્યારેક આ ઢોસાનો સ્વાદ ચાખ્યો છે ? એક વ્યક્તિએ પેપર ઢોસા બનાવ્યા અને તેમાં આઈસ્ક્રીમ અને ઘણી બધી ચોકલેટ ભરી. પછી શું… તે ઢોસા કમ આઈસ્ક્રીમ જેવું લાગે છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયાના લોકોને આઈસ્ક્રીમ અને ચોકલેટમાંથી બનેલા ‘આઈસક્રીમ પેપર ઢોસા’નું આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશન પસંદ નથી આવી રહ્યું.
લોકોની ગયું દિમાગ :
આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેને જોયા બાદ જનતા ઢોસા માટે ન્યાયની માંગ કરી રહી છે! પેપર ઢોસાનો આ વીડિયો ફૂડ બ્લોગર (@mumbaikarfoodie__) દ્વારા Instagram પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું – તમારા ઢોસા પ્રેમી મિત્રને ટેગ કરો. આ રીલને સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવામાં આવી રહી છે, જેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને 1 લાખ 85 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જો કે, લોકોને વ્યક્તિનો આ પ્રયોગ બહુ પસંદ આવ્યો નથી.
View this post on Instagram
આ રીતે બનાવ્યો :
જ્યારે કેટલાક યુઝર્સે લખ્યું – ઢોસાને એકલા છોડી દો, ઘણાએ લખ્યું કે ઢોસાની આત્માને શાંતિ મળે. તે જ અન્ય યુઝર્સે કમેન્ટ કરી કે આજકાલ લોકો કંઈ પણ ખાઈ રહ્યા છે. પેપર ઢોસા બનાવવા માટે દુકાનદાર પહેલા ગરમ તવા પર પાણી છાંટે છે. આ પછી, ઢોસાના બેટરને તવા પર સારી રીતે ફેલાવે છે, તેના પર બટર લગાવી અને ચોકલેટ સીરપ ઉમેરીને શંકુના આકારમાં રોલ કરે છે. અંતે, ઢોસામાંથી બનેલા કોનમાં આઈસ્ક્રીમનો સ્કૂપ, ચોકલેટ સીરપ અને ચોકલેટના થોડા ટુકડાઓ ગ્રાહકને પીરસવામાં આવે છે.