મકરસંક્રાંતિ 2022 ચાર મહાસંયોગ: તમારી રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, આખું વર્ષ થશે ધનવર્ષા

સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે.એટલા માટે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. તેમજ સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ કરવાથી તેનું મહત્વ વધી જાય છે. 14 અને 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવારને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. આ વખતે મકરસંક્રાંતિ પર ઘણા બધા શુભ યોગ બની રહ્યા છે. જેને કારણે આ વખતની મકરસંક્રાંતિ નું મહત્વ અલગ છે. આ દિવસે ખર માશ પણ સમાપ્ત થાય છે.

મકરસંક્રાંતિ શુભયોગ:-
વર્ષ 2022 મકરસંક્રાંતિ પર 19 વર્ષ પછી સૂર્ય-શનિની યુતિ જોવા મળશે. તેમજ મહા સંયોગને કારણે મકરસંક્રાંતિનું ખાસ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ ઉપર બ્રહ્મ, વ્રજ, બુધ અને આદિત્ય યોગ બની રહ્યો છે. 14 જાન્યુઆરીએ સૂર્ય દેવ ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરશે. 14 જાન્યુઆરી ના દિવસે પુણ્ય કાલ સ્નાન અને 15 જાન્યુઆરી દાન કરવું શુભ માનવામાં આવશે.

રાશિ અનુસાર આ વસ્તુનું દાન કરો:-

મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ:– આ રાશિના વ્યક્તિઓએ તાંબાનું પાત્ર ,લાલ વસ્ત્ર, ઘઉં તલ અને દક્ષિણા અનુદાન કરવું.

વૃષભ રાશિ ,કર્ક રાશિ અને તુલા રાશિ:- આ રાશિના વ્યક્તિઓએ સ્ટીલનું પાત્ર, સફેદ વસ્ત્ર, ચોખા, તલ અને દક્ષિણાનો દાન કરવું.

ધન રાશિ અને મીન રાશિ:- આ રાશિના લોકોએ તાંબાનું પાત્ર,પીળું વસ્ત્ર, ચણા તલ અને દક્ષિણાનું દાન કરવું.

કુંભ રાશિ:-આ રાશિના વ્યક્તિએ કાંસાનું પાત્ર ,વાદળી વસ્ત્ર ,અડદ ,તલ અને દક્ષિણાનું દાન કરવું.

મકરસંક્રાંતિ મહા ઉપાય:-
મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ આ ઉપાય અવશ્ય કરો. કોળીઓને મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેમજ માં લક્ષ્મીજીની સૌથી પ્રિય વસ્તુ છે. મકરસંક્રાંતિના દિવસે ૧૧ કોળીઓને પૂજા કરી. પીળા વસ્ત્રમાં બાધીને તેને તિજોરીમાં રાખવાથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહેશે. અને ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. તેમજ ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરવા.

Niraj Patel