ગુજરાતમા કોરોનાએ લઇ લીધો IPSનો જીવ, અમદાવાદમાં ચાલી રહી હતી સારવાર- જાણો વિગત

કોરોનાકાળમાં હોસ્પિટલના ડોકટરો અને પોલીસકર્મીઓ ખડા પગે ઉભા રહી અને પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે કોરોનના કારણે ઘણા સ્વાસ્થ્યકર્મિઓની સાથે પોલીસકર્મીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.

હાલમાં મળી રહેલી ખબર પ્રમાણે વડોદરા આર્મ્સ યુનિટમાં ફરજ બજાવી રહેલા ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ગુજરાતમાં કોઈ આઇપીએસ આધિકારીનું મોત થયું હોવાની આ પ્રથમ ઘટના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં ગઈ 31મી માર્ચના રોજ દાખલ થયા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ 12 દિવસની સારવાર દરમિયાન તેઓ ગઈકાલે કોરોના સામેનો જંગ હારી ગયા અને તેમનું નિધન થયું હતું.

ડૉ. મહેશ નાયકને થોડાક મહિના પૂર્વે જ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP)થી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂંક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકને એન્જીયોપ્લાસ્ટી પણ કરાવેલ હતી. આ ઉપરાંત તેઓ ડાયાબિટીસના રોગથી પણ પિડાઈ રહ્યા હતા.

Niraj Patel